નાંદોદ તાલુકાના વીરપોર ત્રણ રસ્તા ઉપર મોટરસાયકલ અને ફોરવીલ ગાડી સાથે અકસ્માત નડતા બે ને ગંભીર ઇજા.
રાજપીપળા,તા. 29
નાંદોદ તાલુકાના વિરપોર ત્રણ રસ્તા ઉપર મોટરસાયકલ અને ફોરવીલ ગાડી સાથે અકસ્માત નડતા બે ને ગંભીર ઈજા થવા પામી હતી.આ અંગે આમલેથા પોલીસ મથકમાં અકસ્માત ગુનાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી અમિષાબેન રૂપેશભાઈ બચુભાઈ વસાવા (રહે, ગામકુવા) એ આરોપી મોટરસાયકલ નંબર જીજે 22 ડી 6236 ના ચાલક વૈભવભાઈ વિજયભાઈ વસાવા (રહે, આમલેથા,નવીનગરી) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આ કામના આરોપી મોટરસાયકલ નંબર જીજે 22 ડી 6236 ના ચાલક વૈભવભાઈએ પોતાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા હતા,ત્યારે આગળ ચાલતી ફોરવિલ ગાડીને ટક્કર મારી એકસીડન્ટ કરી દેતા,અમીષાબેન અને મોઢાના ભાગે તથા કપાળના ભાગે તથા સાહેદ શર્મિલાબેન કોમેશભાઈ વસાવા ને માથાના ભાગે તથા શરીરે નાનીમોટી ઈજાઓ પહોંચી હતી.આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા