કૌભાંડનું એપીસેન્ટર હોય એમ કિસાન કોંગ્રેસ દ્વારા તુવેરનું મસમોટું કૌભાંડ બહાર લાવવામાં આવ્યું. જેમાં જૂનાગઢ જિલ્લામાં તુવેરનું જેટલું વાવેતર થયું છે. તેનાથી ચાર ગણી તુવેર સરકાર દ્વારા જ ખરીદ કરવામાં આવી છે. આ અંગે કલેકટરને આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા.
*તુવેરમાં મસમોટું કૌભાંડ?*
ઉત્પાદન કરતા ૪ ગણી કરાઇ ખરીદી ?
ગત વર્ષે કેશોદમાં તુવેરનું મસમોટું કૌભાંડ ઝડપાયુ. જેમાં ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી. પરંતુ તપાસનીસ અધિકારીને કે ખરીદ સમિતિના વડા કલેકટરને એ ધ્યાન પર જ ન આવ્યું કે આખાયે જૂનાગઢ જિલ્લામાં તુવેરનું કુલ ઉત્પાદન 25000 ક્વિન્ટલ જ થયું છે અને ખરીદી 89000 ક્વિંટલની કેવી રીતે કરી નાખવામાં આવી. આ વાત પરથી એ વસ્તુ ચોક્કસ સાબિત થાય છે કે જૂનાગઢ જિલ્લામાં તુવેરનું એટલું ઉત્પાદન જ થયું ન હતું તો વધારાની ઓગણ સિત્તેર હજાર મેટ્રિક ટન તુવેર આવી ક્યાંથી.
આ અંગે કોંગ્રેસના ધારાસભ્યો, કિસાન કોંગ્રેસના આગેવાનો, ખેડૂત આગેવાનોએ આ તમામ અણીયારા સવાલો કલેકટરને પૂછ્યા હતા. જ્યારે કલેક્ટર એ માત્ર તપાસ થશે તેવું આશ્વાસન આપીને કહ્યું કે જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેની જ તુવેર ખરીદી કરવામાં આવી છે. કલેકટરને આવેદનપત્ર આપી તુવેરની સાથોસાથ વિસાવદરમાં મગફળીની ખેડૂતોની મગફળીની ચોરીના કૌભાંડની જાણ કરવામાં આવી. નોંધનીય છે કે આજદિન સુધી તે અંગે કોઈપણ પોલીસ ફરિયાદ પણ કરવામાં નથી આવી. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
ખેડૂતોને છેતરી તેની મગફળી ચોરવામાં આવે આ અંગે કલેકટરને ધારાસભ્ય હર્ષદ રિબડીયા રજૂઆત કરતા કલેક્ટરે આજે ફરિયાદ દાખલ કરાવી દઈશું તેવું વચન આપ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢમાં મગફળી કૌભાંડની તપાસમાં માત્ર મજૂરો અને વેપારીઓને પકડી પોલીસ દ્વારા સંતોષ માની લેવામાં આવ્યો છે. કૌભાંડ પકડનાર ખેડૂત આગેવાનો અને આજદિન સુધી સીસીટીવી આપવાનું કહી રહ્યા હોવા છતા ફૂટેજ નથી અપાયા. જેથી ખેડૂત આગેવાનો દ્વારા કૌભાંડના મૂળ સુધી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આમ એક બાદ એક કૌભાંડો પકડાય છે. પરંતુ સરકારી તંત્ર એક પણ કોભાંડ પકડવામાં સફળ થયું નથી. દરેક કૌભાંડો ખેડૂતો ખેડૂત આગેવાનો કોંગ્રેસના ધારાસભ્યો પ્રદેશ કિસાન કોંગ્રેસ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ પકડી સરકાર સામે લઈ આવે છે. ત્યારે તપાસના નામે તે કૌભાંડને દબાવી દેવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.