અનામત વર્ગની મહિલા બાદ હવે બિન અનામત વર્ગની મહિલાઓએ વિરોધ કરવા મંજૂરી માંગતા રાજકારણ ગરમાયું

છેલ્લા 63 દિવસથી પાટનગર ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે હવે બિન અનામત વર્ગની મહિલાઓએ એલઆરડીની પરીક્ષામાં ઉતીર્ણ થવા છતા નિમણૂંક ન કરાતા વિરોધ કરવાનું નક્કી કર્યુ છે. જે માટે બિન અનામત વર્ગની મહિલાઓએ 15 ફેબ્રુઆરીના રોજ વિરોધ કરવા માટે મંજૂરી માંગી છે. આ માટે સેકટર 7 પોલીસ મથકમાં બિન અનામત વર્ગની મહિલાઓએ અરજી પણ કરી છે.