જીતનગર મહાદેવના મંદિરમાં દર શ્રાવણ માસમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવવા આવતા ઉજ્જૈનના બ્રાહ્મણો આ વખતે કોરોના ને કારણે આવી ન શકતા સ્થાનિક નાંદેરા બ્રાહ્મણ દ્વારા પાર્થેશ્વર શિવલિંગની પૂજા.
રાજપીપળા નજીક જીતનગર નન્દીકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં માસ્ક પહેરીને સવાલાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવતા બ્રહ્મનો.
રોજના 5000 શિવલિંગ બનાવી પૂજન કરી સાંજે કરજણ નદીમાં વિસર્જન.
પાર્થેશ્વર શિવલિંગના પૂજન થી મનવાંછિત ફળ મળે છે.
રાજપીપળા,તા.28
જીત નગર મહાદેવના મંદિરમાં દર શ્રાવણ માસમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવવા આવતા ઉજ્જૈનના બ્રહ્મનો આ વખતે કોરોના ને કારણે આવીશ ન શકતાં સ્થાનિક નાંદેરા બ્રહ્મણો દ્વારા પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરાઇ રહી છે. રાજપીપળા નજીક જીતનગર નન્દીકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં માસ્ક પહેરીને સવાલાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવી સ્થાનિક બ્રાહ્મણો પૂજા કરી રહ્યા છે.
જીત નગર ખાતે નન્દીકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન દરરોજ ના 5,000 ચિંતામણી શિવલિંગ બનાવી સાત દિવસ ના જુદા જુદા યંત્ર બનાવીને તેને સાંજે દરરોજ નદીમાં વિસર્જન કરવામાં આવી રહ્યા છે.
મંદિરના ટ્રસ્ટી વિરલભાઇ દવેના જણાવે છે કે શ્રાવણ માસના દરરોજ 5000 માટીમાંથી બનાવેલા ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ જુદા જુદા યંત્ર બનાવી તેનો વિધિવત્ પૂજન કરી સાંજે કરજણ નદીમાં વિસર્જન કરવામાં આવે છે.જેમાં સોમવારે – નાગ ફાસ યંત્ર, મંગળવારે – મંગળયંત્ર , બુધવાર -કશ્યપ યંત્ર, ગુરુવારે – પદ્મ યંત્ર, શુક્રવારે તારા યંત્ર, શનિવારે ધનુષ યંત્ર બનાવવામાં આવે છે. દરરોજ તળાવની શુદ્ધ માટીને અને તેમાંથી નાના-નાના 4500 ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેઓ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દરરોજ 5000 શિવલિંગ બનાવે છે. અને પૂરા શ્રાવણ મહિનામાં સવા લાખ શિવલિંગ બનાવી છે. જે રોજે રોજ વહેલી સવારે તળાવની માટી માંથી 5000 શિવલિંગ બનાવવા અને યંત્ર, મંત્ર અને તંત્ર સાથે વિધિવત પૂજન કરી રોજે રોજ સાંજે તે નદીમાં વિસર્જન કરવું પડે છે.
શાસ્ત્રોમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ ના પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ જણાવાયું છે આ યંત્ર પૂજન થી મનોવાંછિત ફળ મળે છે. પાર્વતીમાતા જ્યારે જંગલમાં હતા, ત્યારે એમને મહાદેવનું ધ્યાન અને અરાધના કરવા પાર્થેશ્વર શિવલિંગનું પૂજન કર્યું હતું.એ જ પ્રમાણે ભગવાન રામે પણ રેતી, માટી માંથી પાર્થેશ્વર શિવલિંગ બનાવીને મહાદેવનું પૂજન કર્યું હતું.આજ પૂજનથી ઝડપી ફળ મળે છે. હાલ કળીયુગમાં ભક્તો ધન, સંતાન, નોકરી તેમજ બધાઓ માનતા, પુરી કરવા આ પ્રકારના શિવલિંગ બનાવી શ્રાવણ માસ દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી રહ્યા છે,
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા