આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 23/08/2020- 🌹* *રવિવાર*

નેતાને પાટીલનો મળી ગયો પરચો*
રાજકોટમાં યોજાયેલી ભાજપ પ્રમુખ પાટિલની પ્રેસ કોન્ફરન્સમાં સ્થાનિક નેતા રાજુ ધ્રુવને છોભીલા પડવાનો વારો આવ્યો હતો.

ભરચક્ક મીડિયાની સામે પાટિલે રાજુ ધ્રુવને બે વખત ટોકીને કાપો તો લોહી ન નીકળે તેવી તેમની હાલત કરી નાંખી. પ્રેસ કોન્ફરન્સ શરૂ થતા જ રાજુ ધ્રુવને પાટિલનો પરચો મળી ગયો હતો.

રાજુ ધ્રુવે પાટિલનો પરિચય આપતી વખતે તેમને મળેલી સૌથી વધુ સરસાઇનો ઉલ્લેખ કરતા કદાચ શબ્દ વાપર્યો અને આ કદાચ શબ્દને કારણે જ રાજુ ધ્રુવને પાટિલની ટકોરના અંદાજમાં ઠપકો સાંભળવો પડ્યો.

પાટિલે રાજુ ધ્રુવની ભૂલ સુધારી. અને તેમણે આ કદાચ શબ્દ કેમ આવ્યો તેવો ઠંડા કલેજે સવાલ કરતા રાજુ ધ્રુવ ગેંગેફેફે થઇ ગયા. પાટિલે જે રીતે અને જે ટોનમાં રાજુ ધ્રુવને ટકોર કરી તે ઘણું બધું કહી જાય છે.

રાજુ ધ્રુવને પાટિલનો ફરી એક વખત પરચો મળ્યો. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન મીડિયાના પ્રતિનિધિઓ પાટિલને સવાલ પૂછી રહ્યા હતા. પરંતુ પાટિલ જવાબ આપે તે પહેલા અધવચ્ચે જ રાજુ ધ્રુવે કંઇક બોલવાનો પ્રયાસ કર્યો.

આથી પાટિલે ફરી એક વખત રાજુ ધ્રુવને થોડા આકરા શબ્દોમાં ટપાર્યા. પાટિલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું તમામ સવાલોના જવાબ આપવા અહીં બેઠો છું.
તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. આ વખતે આ શબ્દો બોલ્યા ત્યારે પાટિલના ચહેરા પરની નારાજગી ઘણું બધું કહી જતી હતી.

ગુજરાતમાં સીઆર પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુંક બાદ સતત ભાજપમાં નેતાઓમાં કડવાશ વધતી જાય છે. સૌરાષ્ટ્રના પ્રવાસે રહેલા પાટીલ સતત નિવેદનો આપી રહ્યાં છે.

જેમાં કામ નહીં કરે તેને ઘરભેગા કરવાથી લઇને કોઈ આકાઓ પણ તેમને પદ કે ટીકિટ નહીં આપે, મારા રાજમાં કામ કરનારને જ ટીકિટ મળશે. આ તમામ નિવેદનો મામલે ભાજપના નેતાઓએ ચૂપકીદી સાધી લીધી છે. સૌરાષ્ટ્રમાં પાટીલનું જોરદાર સ્વાગત થઈ રહ્યું છે.

પાટીલના રોષનો ભોગ ભાજપના પ્રવક્તા અને સીએમ રૂપાણીના અંગત કાર્યકર રાજુધ્રૂવ બન્યા હતા. જેઓ મંચ પરથી પાટીલના વખાણ કરી રહ્યા હતા પણ પાટીલ નારાજ થઈ ગયા હતા.
**
*પાટિલની હાજરીમાં ભીડ એકઠી થતા ફરિયાદ*
ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી સહિત ત્રણ લોકો વિરૂદ્ધ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે.

ગોપીનાથજી મંદિરના સત્સંગ હોલમાં ભજન કિર્તન કરતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના આધારે પોલીસે કલમ 188 મુજબ ફરિયાદ નોંધી છે.

હાલમાં જ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જનાધાર મજબૂત કરવાના હેતુસર સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ અનેક વખત જાહેરનામાનો ભંગ કર્યો હતો.

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા, એટલું જ નહીં પ્રમુખ સીઆર પાટીલ સહિતના કેટલાંક લોકો અનેક વખત માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. ત્યારે ત્યાં હાજર પોલીસ મૂક દર્શકની જેમ માત્ર જોતી જ રહી હતી.
**
*રૂપાણી સરકારના ધમણ મામલે નિર્ણય*
પીએમ-કેર દ્વારા ભંડોળ પૂરું પાડી COVID-19ની ટ્રીટમેન્ટ માટે દેશી રીતે ઉત્પાદિત વેન્ટિલેટર બનાવવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયની તકનીકી સમિતિ દ્વારા કરવામાં આવેલા ક્લિનિકલ મૂલ્યાંકનમાં આ 2 કંપનીઓ નિષ્ફળ ગઈ છે. જેમાં ગુજરાતમાં રાજકોટની જ્યોતિ સીએનસી ઓટોમેશન અને આંધ્રપ્રદેશ મેડટેક ઝોન (એએમટીઝેડ) ને મેમાં અગાઉથી રૂ.22.5 કરોડની રકમ મળી હતી. આ બંને કંપનીઓ ટ્રાયલમાં ફેલ ગઈ છે. આ અંગે એક આરટીઆઈમાં મોટા ખુલાસાઓ થયા છે.
**
*ધૂમ સ્ટાઈલથી મોટરસાયલ હંકારી સ્નેચિંગ કરતા ધરપકડ*
સુરતમાં ધૂમ સ્ટાઇલમાં મોટરસાયકલ હંકારી રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. ખટોદરા અને પાંડેસરા વિસ્તારમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના બે ગુનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે.આરોપીઓ પાસેથી પોલીસે મોબાઇલ, મોટરસાયકલ સહિતનો ૩ લાખ ૬૨ હજાર ૯૬૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
**
*પૂર્વ કુલપતિને આવ્યુ પોલીસને તેડૂ*
સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિને પોલીસનું તેંડુ આવ્યું છે. સુરતના ઉમરા પોલીસ મથકે પૂર્વ કુલપતિ જવાબ નોંધાવવા પહોંચ્યા હતાઆપને જણાવી દઈએ કે, તેમના પર હિન્દુ ધર્મ વિશે વિવાદીત ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે. જ્યાં જોઈન્ટ પોલીસ કમિશનર અને ડીસીપી દ્વારા પૂછપરછ કરાઈ હતી
**
*ક્રાઈમે 5 વર્ષ પહેલાની ફરિયાદ અંગે 8 લોકોના જવાબ લીધા*
બનાસ ડેરીની ચૂંટણીને લઈ રાજકીય દાવપેચ શરૂ થયા છે. સીઆઇડી ક્રાઇમે 5 વર્ષ પહેલાંની ફરિયાદ અંગે 8 લોકોના જવાબ લીધા છે. 5 વર્ષ બાદ ફરી તપાસનો દોર શરૂ થયો છે. અગાઉ ચૂંટણી સમયે ફરિયાદ થઈ હતી. આગામી યોજાનારી ચૂંટણીને લઇ સહકાર અને સરકારના મહારથીઓ સત્તા હાંસલ કરવા મેદાને પડ્યા છે.
**
*સુરતમાં ભાજપના કોર્પોરેટરોનો રાજ્ય સરકાર સામે વિરોધ*
શહેરમાં કોરોના સંક્રમણ વધવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થયેલી જેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતાં કહ્યું હતું કે, રત્નકલાકારોએ સલામતીના સૂચનોને અવગણીને કામ કર્યુ તેના લીધે સંક્રમણમાં વધારો થયો હતો.ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે, સરકારે રત્નકલાકારોને જવાબદાર ઠેરવ્યાં જ નથી
**
*જુગારધામ ઝડપાયું 23 જુગારીયાઓનો વરઘોડો નીકળીયો*
વડોદરા આજવા રોડ વિસ્તારના મકાનમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી 23 જુગારીયાઓને ઝડપી પાડયા હતા. આજવા રોડના પૂનમ નગરમાં રહેતા અતુલ સરાણિયા પોતાના મકાનમાં જુગારખાનું ચલાવી રહ્યા હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા.
**
*પાટીલ સહિત ભાજપ નેતાઓ સામે નિયમભંગના ગુના નોંધો*
ત્રણ દિવસથી ચાલી રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોમનાથથી લઈને રાજકોટ સુધી ભાજપે કોરોનાલક્ષી તમામ નિયમોનો સરેઆમ ભંગ કર્યો હોવાથી ભાજપના આ રૂટ પરના સંબંધિત તમામ શહેર, તાલુકા, જિલ્લા પ્રમુખો તેમજ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ પણ ગુના નોંધવામાં આવે તેવી માગણી વિપક્ષ દ્વારા ઊઠાવવામાં આવી છે.
**
*પર્યુષણના મહાપર્વનું ભાવ અને ભકિતમય માહોલમાં સમાપન*
પર્વાધિરાજ પર્યુષણના મહાપર્વને અનુલક્ષીને ભાવનગર જૈન સંઘમાં ભકિતપૂર્ણ આયોજનો સાથે ધર્મોલ્લાસનો અનેરો માહોલ છવાયો પ્રતિક્રમણ બાદ પરસ્પર મિચ્છામિ દુકકડમ પાઠવીયા
**
*હવે હોલમાર્ક વગર નહી વેંચી શકાય સોનાના ઘરેણા:પાસવાન*
જ્વેલરી બિઝનેસમેન હવે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. કેન્દ્રીય ઉપભોક્તા મામલે અને ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામ વિલાસ પાસવાને જ્વેલર્સની નોંધણી અને નવીકરણની ઓનલાઈન પ્રણાલીનો શુભારંભ કર્યો છે. તે સાથે જ એસેયિંગ અને હોલમાર્કિંગ કેન્દ્રોની માન્યતા અને માન્યતાનું નવીકરણ પણ સરળ થઈ ગયુ છે.
**
*સુરતના ડાયમંડ ગણેશ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું નામ*
સુરતમાં ગણેશ ભક્તો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. ગણેશ મહાપર્વનો પ્રારંભ થયો છે. ત્યારે, ડાયમંડ સીટી સુરતમાં વિશ્વના સૌથી મોંઘા હીરામાં દેખાતા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડએ પણ વિશ્વના સૌથી યુનિક ગણેશ ગણાવ્યા છે.
**
*શિક્ષક દિન નિમિત્તે ગુજરાતના ત્રણ શિક્ષકોની થઈ પસંદગી*
અમદાવાદ ૫મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ શિક્ષકો પસંદ કરીને શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી પામેલ શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ ૫ મી સપ્ટેમ્બર શિક્ષકદિનના દિવસે એનાયત કરવામાં આવે છે. આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી માટે સમગ્ર દેશમાંથી 36 રાજ્યોમાંથી કુલ ૪૭ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય એવોર્ડ માટે ભારત સરકારના શિક્ષણ વિભાગે પસંદ કર્યા છે
**
*વડાપ્રધાન મોદી માટે તૈયાર થયું વિ.વિ.આઈ.પી. પ્લેન: એર ઈન્ડિયા વન*
નરેન્દ્ર મોદી માટે નવું વિ.વિ.આઈ.પી.બોઇંગ પ્લેન ‘એર ઇન્ડિયા વન’ આવી રહ્યું છે. જે આવતા અઠવાડિયે તે દિલ્હીમાં લેન્ડ કરશે. સરકારે પહોળું માળખું ધરાવતા સ્પેશ્યિલ બોઇંગ 777-300 પ્લેન ઑર્ડર કર્યા છે. તેમાંથી એક મોદી માટે અને બીજું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે હશે.
**
*ડ્રેગનને કંટ્રોલમાં રાખવા હવે વીઝા સ્કૂલ્સમાં નવા નિયંત્રણો?*
છેલ્લા ઘણા સમયથી ભારત ચીન વચ્ચે ટેન્શન ચાલુ છે. ભારતે ચીન સામે આકરા પગલા લીધા છે. પહેલા તો સરકારે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. બૅન કરેલી એપ્લિકેશનમાં ટિકટૉક એપ પણ સામેલ હતી.આ સિવાય યૂસી બ્રાઉઝર કૅમ સ્કૅનર(જેવા એપ પણ સામેલ હતી.
**
*ઓનલાઈન છેતરપિંડી: એક બર્ગર 43,900માં પડ્યો*
મુંબઈ વસઈમાં એક રહેવાસી સાથે 43,900ની ઓનલાઈન છેતરપિંડી થઈ છે.ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ ફૂડ ડિલિવરી એપનો કસ્ટમર સર્વિસ નંબર ગૂગલમાં સર્ચ કરતા ખોટા નંબર ઉપર કૉલ કર્યો જે તેને ખૂબ મોંઘું પડ્યું હતું.

*મહિલાએ ગૂગલ સર્ચ કર્યું જેમાં 70982 34510 આ નંબર મળ્યો હતો*
મહિલાએ ગૂગલ સર્ચ કર્યું જેમાં 7098234510 આ નંબર મળ્યો હતો. માણેકપુર પોલીસે જણાવ્યું કે, મહિલાએ આ નંબર ઉપર ફોન કરતા દિપક શર્મા નામના વ્યક્તિએ વાત કરી અને તેણે કહ્યું કે ટેકનિકલ ખામીઓ અને બૅન્કોની હડતાલને લીધે પૈસા ક્રેડિટ થયા જ નથી ત્યારબાદ આ વ્યક્તિએ મહિલાને એક લિન્ક મેસેજ કરી અને તેને ઓપન કરવા કીધું. પરંતુ આ લિન્ક ખૂલી જ નહીં. તેથી દિપકે તે લિન્ક ફરી તેને ફોરવર્ડ કરવા માટે કીધી હતી. દિપકે આ મહિલાને ખાતરી આપી કે પૈસા પાછા મળી જશે. પરંતુ ગણતરીની મિનિટોમાં જ તેના ખાતામાંથી બે વખત 5-5 હજાર રૂપિયા ડેબિટ થયા. બીજા દિવસે આ મહિલાના ખાતામાંથી સીધા 33,900 ડેબિટ થયા.
**
*મુંબઇના ત્રણ જૈન મંદિર સુપ્રીમ કૉર્ટએ આપી મંજૂરી*
દાદર, ભાઇખલા અને ચેમ્બુર સ્થિત જૈન સમાજના મંદિર ખોલનાની અને પર્યુષણ પૂજાની પરવાનગી આપીએ છીએ.સુપ્રીમ કોર્ટ તરફથી જૈન સમાજના ત્રણ મંદિરોને શરતમુજબ શરૂ કરવાની અને પર્યુષણ પૂજા કરવાની પરવાનગી આપવામાં આવી છે.
**
*ચૂંટણીનો માત્ર પાંચ જણ ઘેર-ઘેર પ્રચાર કરી શકશે*
નવી દિલ્હી: ચૂંટણીપંચે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ચૂંટણી અગાઉ માત્ર પાંચ જણ ઘેર-ઘેર ફરીને ચૂંટણીનો પ્રચાર કરી શકશે જેવી અનેક શરતો લાદી છે. રાજ્યસભાની બેઠક માટે ૧૧ સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજવાની જાહેરાત ચૂંટણીપંચે કરી હતી.
**
*સુરતનો કાપડ વેપારી ભરત સાજવાણી સ્પામાં ભાગીદારીમાં ભેરવાયો*
હાલમાં ઉમરા પોલીસે ભરત ઉર્ફે રોહિત વિષ્ણુ સાજવાની રહે સહયોગ નગર સોસાયટી, ભટાર સુરત વેસુ-વીઆઇપી અને કેનાલ રોડ સ્પાના નામે ચાલતા સેક્સરેકેટમાં વધુ એક મુંબઈના કાપડ વેપારીની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. વેસુ કેનાલ રોડ પર મની આકર્ડમાં મોક્ષ ડે સ્પામાં 15 વર્ષની સગીરાને મુસ્કાન નામની મહિલાએ દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી
**
*50 હજાર સુધીની લોન લેનારા નાના ઉદ્યોગોને સ્ટેમ્પ ડયૂટીમાં માફી*
ગાંધીનગર કોરોના સંક્રમણમંથી ગુજરાત સરકારે ધીમી ગતિએ રાજ્યને બહાર કાઢી લાવ્યા બાદ વિકાસને વેગ આપવા રૂા. 50 હજાર સુધીની લોન લેનારા ઉદ્યોગો કે સ્ટાર્ટ અપને સ્ટેમ્પ ડયૂટી ભરવામાંથી 31મી ઓક્ટોબર સુધી માફી આપવાનો નિર્ણય કર્યો છે.
*
*વિસ્મય શાહ જેલમાં સરેન્ડર પાકા કામના કેદી તરીકે સજા ભોગવશે*
અમદાવાદ વર્ષ 2013ના ચકચારી બી.એમ.ડબલ્યૂ. હિટ એન્ડ રન કેસમાં પાંચ વર્ષની સજા પામેલા વિસ્મય શાહ આજે જેલ ઓથોરિટી સમક્ષ હાજર થયો હતો અને તે હવે અહીં પાકા કામના કેદી તરીકે સજા ભોગવશે.વિસ્મય દ્વારા ગ્રામ્ય કોર્ટમાં સરેન્ડર અરજી કરી હતી.
**
*સીબીએસઈ ધો.10 બેઝિક મેથ્સ પાસ વિદ્યાર્થીનો સાયન્સમાં પ્રવેશ માન્ય*
અમદાવાદ સીબીએસઈ માંથી બેઝિક ગણિત સાથે ધો.10 પાસ કરનાર વિદ્યાર્થીેને ગુજરાત બોર્ડની ધો.11 સાયન્સની સ્કૂલોમાં પ્રવેશ ન આપવાનો બોર્ડે થોડા દિવસ પહેલા ઠરાવ કર્યા બાદ વિદ્યાર્થીઓ-વાલીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અંતે બોર્ડે સાયન્સમાં પ્રવેશ માન્ય કરવા નવો ઠરાવ કર્યો છે.
**
*અશાંતધારાની પરમિશન વિના જ દસ્તાવેજ થઇ ગયા*
વડોદરા વાસણા રોડની સમર્પણ સોસાયટીના બે મકાનોના દસ્તાવેજ અશાંતધારાની પરમિશન વિના જ થયા હોઇ તે રદ કરવામાં આવ્યા હતા તેમ છતાય તે મકાન હજી ખાલી કરવામાં આવ્યા નથી.સમર્પણ સોસાયટીનું મકાન અન્ય ધર્મના વ્યક્તિને વેચાણ કરવાના મુદ્દે ચાલતા વિવાદમાં નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.