ભાજપના કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો પોસ્ટ કર્યાં

રતઃ ભાજપનું વોટ્સઅપ ગ્રુપ ફરીથી અશ્લિલ વીડિયો પોસ્ટિંગના કારણે ચર્ચામાં આવ્યું છે. હાલમાં ભાજપના કાર્યકર કિશોર સોલંકીએ વોટ્સએપ ગ્રુપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા. જેને લઈને ગ્રુપ મેમ્બરોમાં પણ રોષ જોવા મળ્યો હતો. હાલ તો પોસ્ટ કરાયેલા વીડિયોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ જણાવ્યું હતું કે, કિશોર સોલંકીને બોલાવીને ઠપકો આપવામાં આવશે અને જો ફરીવાર આ ભૂલ કરશે તો પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે.