રાજપીપળાના પનોતા પુત્ર અને જાણીતા સંગીકાર શિવરામ પરમારને વિશિષ્ઠ પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
રાજપીપળા,તા.25
સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારીને લીધે નકારાત્મક થઈ રહ્યું હતું ત્યારે એવા સમય માં સંગીતના માધ્યમ થી શિવરામ પરમારે દેશ વિદેશ ના અનેક સંગીત રસિકો ને સતત ૧૦૧ દિવસ સુધી દર રોજ એક કલાક નિસ્વાર્થ ભાવે સંગીત પીરસીને સકારાત્મક ઊર્જા ફેલાવવાનું કાર્ય કર્યું હતું.અને સાથે સાથે અનેક કલાકારો ને પણ આ રીતે બહાર આવી પોતાનાં રસિકોની મદદ કરવાનું આહવાન કર્યું હતું..જેની નોંધ લેતા ભારત સરકારે શિવરામ પરમારને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન આપી સન્માનિત કર્યા હતા.ત્યાર બાદ એન. ડી. ગ્રુપ ઓફ કંપની તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા (રેવાના મોતી એવોર્ડ) દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું..
અને હાલ ડિસેમ્બરમાં મુંબઈના વી કેર ફાઉન્ડેશન તરફ થી સમાજ રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.અને હવે સાવરકુંડલા ના યુવા ઉદ્યોગ પતિ અને સમાજ સેવી એવા ગુણવંત ભાઈ બગડા ના હસ્તે દેવ એજ્યુકેશન ટ્રસ્ટ તરફ થી વિશિષ્ઠ પ્રતિભા પુરસ્કાર એવોર્ડ થી સન્માનિત કરાયા હતા.તારીખ 22 ના રોજ સાવરકુંડલા થી મુંબઈ જઈ ને તેઓ એ સમાજ માં ઉમદા કાર્ય કરવા બદલ શિવરામ પરમારનું સન્માન કરી એમને વિશિષ્ઠ પ્રતિભા પુરસ્કાર આપ્યો હતો. આ બદલ નર્મદા વાસીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા