અમદાવાદના મંદિર-મસ્જિદોમાં પણ કોરોનાના ટેસ્ટ શરૂ કરાયા.

કોરોનાને અટકાવવા માટે એએમસી દ્વારા ખાસ અભિયાન શરૂ કર્યું છે. જે મુજબ હવે શહેરના મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પર પણ કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા બે દિવસમાં ધાર્મિક સ્થળો પર ૫૬૪ લોકોના ટેસ્ટિંગ કરવામા આવ્યા છે, જેમાંથી ૬ લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. સુત્રો મુજબ દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધારે હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા વિસ્તારના ધાર્મિક સ્થળો પર કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમા બોપલના ઉમિયામાતા મંદિર, જુહાપુરાની બિસ્મિલ્લાહ મસ્જિદ, મણિનગરના ગુરદ્વારા, પ્રેરણાતીર્થ દેરાસર, ભારતી આશ્રમ મહાદેવ મંદિર, ફતેહવાડીની મસ્તાન મસ્જિદ, જુહાપુરાની યુસૂફ અને હાફીજ મસ્જિદ, જગન્નાથ મંદિર, બ્રહ્માકુમારી, વેજલપુરના બુટભવાની મંદિર અને ઘુમાના ભીમનાથ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.