રાજપીપળા નવદુર્ગા હાઇસ્કુલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો. મતદાતાઓને અવશ્ય મતદાન કરવા અંગેના જાગૃતિ પત્રકોનું વિતરણ તથા સામુહિક પ્રતિજ્ઞા લેવાઈ.

રાજપીપળા નવદુર્ગા હાઇસ્કુલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો.
મતદાતાઓને અવશ્ય મતદાન કરવા અંગેના જાગૃતિ પત્રકોનું વિતરણ તથા સામુહિક પ્રતિજ્ઞા લેવાઈ.
ચૂંટણીઓમાં દરેક મતદાતાઓને અવશ્ય 100% મતદાન કરવાની અપીલ કરાઈ.
પ્રત્યેક નાગરિકનો મત રાષ્ટ્રનિર્માણનો પાયો છે.
રાજપીપળા,તા.25
રાજપીપળા નવદુર્ગા હાઇસ્કુલમાં આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય રીનાબેન પંડ્યા તથા ટ્રસ્ટી નિમેષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ મતદાતાઓને અવશ્ય મતદાન કરવા અંગેના જાગૃતિ પત્રકોનું લોકોને વિતરણ કરાયું હતું, તથા મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે.માટે મતદાન અવશ્ય કરી એવી મતદાન જાગૃતિ અંગે શાળાના વિદ્યાર્થીઓને સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. તથા મતદાન જાગૃતિ અભિયાન દ્વારા સ્થાનિકોને પ્લે કાર્ડ આપી મતદાન કરોની સમજ આપવામાં આવી હતી. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે.ત્યારે આ ચૂંટણીઓમાં દરેક મતદાતા અવશ્ય 100% મતદાન કરવાની અપીલ કરાઇ હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય રીનાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે પ્રત્યેક નાગરિકને મત રાષ્ટ્રનિર્માણ નો પાયો છે.ત્યારે આજના દિવસે સ્થાનિક રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લોકતાંત્રિક પ્રક્રિયામાં સફળતા પૂર્વક ભાગ લઇ ભારતની લોકશાહીને મજબુત કરવા અનુરોધ કરી અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા