વડિયાના યુવાનનું ઝેરી દવા પી આપઘાત કરતા રાજપીપળા સિવિલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત.
રાજપીપળા,તા. 24
રાજપીપળાના વડીયા ગામના યુવાનનું ઝેરી દવા પી આપઘાત કરતા રાજપીપળા સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.બનાવની વિગત મુજબ મરનાર મુકેશભાઈ સોમાભાઈ વસાવા (રહે,વડીયા )એ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે જ ઝેરી દવા પી જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે દાખલ કરાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.આ અંગે અલ્કેશભાઇ સોમાભાઈ વસાવા (રહે, વડીયા આઠમો ફળિયુ, મૂળ રહે કરાઠા) પોલીસમાં જાણ કરતાં રાજપીપળા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા