તિલકવાડા સાવલી ગામે થી મોટરસાયકલની ચોરી ની ફરિયાદ.

તિલકવાડા સાવલી ગામે થી મોટરસાયકલની ચોરી ની ફરિયાદ.
રાજપીપળા,તા.24
તિલકવાડા તાલુકાના સાવલી ગામે થી મોટરસાયકલ ચોરીની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકે નોંધાઇ છે.જેમાં ફરિયાદી શૈલેષભાઈ જેસલભાઈ ભીલ (રહે,દેવલીયા,ટેકરા ફળિયું ) એ કોઈ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ કોઇ અજાણ્યા ઈસમ ફરિયાદી શૈલેષભાઈ જેસલભાઈ ભીલ (રહે,દેવલિયા,ટેકરા ફળિયું )ની હોન્ડા સાઈને કાળા કલરની પીડા પટ્ટાવાળી મોટરસાયકલ નંબર જીજે 22 9888 ની કિં.રૂ. 40000/- તા. 21/1/ 21 ના રોજ રાતના સમયગાળા દરમિયાન ચોરી કરી નાસી જાય ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા