સ્થાનિક સ્વરાજની અને નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થતા નર્મદા કડક આચાર સંહિતા અમલી
વિકાસના નવા કામો ઉપર બ્રેક લાગી
જીલ્લામા સરકારી જાહેરાતો ,બોર્ડ ,બેનરો હોર્ડિંગ હટાવવાની કામગીરી હાથ ધરાઈ
નર્મદામા રાજપીપળા નગર પાલિકા ની 28 બેઠકો, નર્મદાજિલ્લા પંચાયતની ૨૮ , નાંદોદ તાલુકા પંચાયતની ૧૮ બેઠકો ,સાગબારા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો, ડેડીયાપાડા તાલુકા પંચાયતની ૨૨ બેઠકો ,તિલકવાડા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો, ગરુડેશ્વર તાલુકા પંચાયતની ૧૮બેઠકો માટે ચૂંટણી યોજાશે
રાજપીપળા, તા 24
જેની લાંબા સમયથી આતુરતાથી રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજની અને નગરપાલિકાઓની ચૂંટણીઓની ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવાતા આ જાહેરાતને પગલે આચારસંહિતા અમલી બનતા વિકાસના નવા કામો ઉપર બ્રેક લાગી જવા પામી છે. ચૂંટણી અંગેની જાહેરાત થતાજ નર્મદા જિલ્લાના રાજકારણમાં ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે. આચાર સંહિતા અમલી બનતા નર્મદા જીલ્લાની અંદર તંત્રએ તાત્કાલિક ધોરણે સરકારી જાહેરાતો ,બોર્ડ ,બેનરો હોર્ડિંગ હટાવવાની કામગીરી હાથ ધરી છે. જેમાં રાજપીપળા એસટી ડેપો ઉપરના હોર્ડિંગ્સ બેનરો હટાવાયા હતા. જોકે રાજપીપળાના અન્ય વિસ્તારોમાં હજુ પણહોર્ડિન્ગ, બેનરો લાગેલા હોવાથી ટૂંક સમયમાં હટાવાશે એમ તંત્ર દ્વારા જણાવાયું છે. તંત્રએ પણ આ અંગે આચાર સંહિતાનો કડક અમલ થાય તે અંગેની કામગીરી શરૂ કરી દીધીછે .આ પોસ્ટર, બેનર ,હોર્ડિંગ ,હટાવવા ઉપરાંત નવા વિકાસના કામો કે ખાતમુહરત ની જાહેરાતો ન થાય તે જોવાનીપણ અધિકારીઓને તાકી તાકીદ કરી દેવામાં આવી છે. નર્મદા જિલ્લામાં રાપીપળા નગરપાલિકાની7વોર્ડ ની 28બેઠકો અને નર્મદા જિલ્લા પંચાયત તેમજ પાંચ તાલુકા પંચાયતની ચૂંટણીઓ કરવાની થાય છે .આચારસંહિતા લાગુ પડી જતા એમાં નગરપાલિકા ની ચૂંટણી મા ઉમેદવારીપત્રો ભરવાનીતારીખ 6 ફેબ્રુઆરી ,ચકાસણી ની તારીખ 8 ફેબ્રુઆરી, ફોર્મ પાછા ખેંચવાની તારીખ 9 ફેબ્રુઆરી, મતદાન ની તારીખ 21 ફેબ્રુઆરી ,મતગણતરી ની તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. જ્યારે જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે અમે ઉમેદવારી પત્રો ભરવાની તારીખ 13 ફેબ્રુઆરી,ચકાસણીની તારીખ 15 ફેબ્રુઆરી,ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ 16 ફેબ્રુઆરી, મતદાનની તારીખ 28 ફેબ્રુઆરીઅને મતગણતરીની તારીખ ૧લી માર્ચ રાખવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો માટે ચૂંટણી યોજાશે. જ્યારે તાલુકા પંચાયતમાં નાંદોદ તાલુકા પંચાયતની ૧૮ બેઠકો ,સાગબારા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો, ડેડીયાપાડા તાલુકા પંચાયતની ૨૨ બેઠકો ,તિલકવાડા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો, ગરુડેશ્વર તાલુકા પંચાયતની ૧૮ બેઠકો ,અનેરાપીપળા નગરપાલિકાની7વોર્ડ ની 28બેઠકો માટે ચૂંટણી યોજાશે .
ચૂંટણીની જાહેરાત થતાં જ ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોમાં અને રાજકીય પક્ષોમાં પક્ષોમા ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે
તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા