૧ કિલો ૫૭૫ ગ્રામ ગાંજો તથા૪૬૦ ગ્રામ અફીણના પોષડોડા સાથે આરોપી સાગ બારાથી ઝડપાયો એસ.ઓ.જી. નર્મદા પોલીસનું ઓપરેશન

૧ કિલો ૫૭૫ ગ્રામ ગાંજો તથા૪૬૦ ગ્રામ
અફીણના પોષડોડા સાથે આરોપી સાગ બારાથી ઝડપાયો

એસ.ઓ.જી. નર્મદા
પોલીસનું ઓપરેશન

રાજપીપળા, તા. 16

વનસ્પતિજન્ય સુકો ગાંજા તથા અફીણના પોષડોડા સાથે આરોપીને ઝડપી પાડતી
એસ.ઓ.જી. નર્મદા
પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા
નાર્કોટીક્સનાં કેસો શોધી કાઢવા ખાસ ડ્રાઇવનું આયોજન કર્યુ હતુ. જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક
હરીકૃષ્ણ પટેલ વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નર્મદાની
સુચના અને માર્ગદર્શન આધારે કે.ડી.જાટ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. નર્મદા તથા એસ.ઓ.જી. સ્ટાફનાં
માણસોએ બાતમીનાં આધારે જાવેદખાન ઉસ્માનગની પઠાણ (રહે. જંગલ ફળીયુ, સાગબારા)નાં કબજા ભોગવટામાંથી વેચાણ માટે રાખેલ વનસ્પતીજન્ય ગાંજો ૧ કિલો ૫૭૫ ગ્રામ કી.રૂ.૧૫,૭૫૦/- તથા
પોષડોડા ૪૬૦ ગ્રામ કિ.રૂ.૧,૩૮૦/- તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧૭,૬૩૦/- ના મુદ્દામાલ
સાથે ઝડપી પાડી સાગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર
કાર્યવાહી હાથ ધરીછે. તેમજ નર્મદા પોલીસ નાર્કોટીક્સના ગેરકાયદેસર ઉપયોગ વેચાણ કરતા ઈસમોની પ્રવૃતિને ડામવા
તેમજ અંકુશમાં લાવવા સારૂ સતત પ્રયતશીલ હોવાનુ જણાવ્યુ છે.

આ ઓપરેશન પોલીસ ઈન્સ્પેકટર કે.ડી.જાટ
હે.કો.જગદિશભાઇ રણછોડભાઇ,મનોજકુમારશરણભાઇ,યોગેશભાઇ ગોપાલભાઇ શૈલેન્દ્રભાઇ રૂપસીંગ,
સતીષભાઇ રાવજીભાઇ,પાર્વતીબેન માનસિંગ
તથાપો.કો.અલ્પેશભાઇ હિરાભાઇ, દિલીબેન સુરેશભાઇની ટીમે સફળ રીતેપારપાડ્યું હતુ

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા