મહિલાઓની છેડતી-જાતીય સતામણી કરનાર ને પાસા કરવામાં આવશે.
રાજ્યના ગૃહવિભાગ ધ્વારા તમામ પોલીસ કમિશનર, રેજ્ન આઈ.જી. નાઓને છેડતી જાતીય સતામણી કરનાર તત્વો ની પાસા હેઠળ ધરપકડ કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકાર ને અવારનવાર થતી ફરિયાદો ને કારણે છોકરીઓની છેડતી સતામણી ના સાયબર ગુનાઓ ની ભરમાર ને કારણે ગૃહવિભાગ ધ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચના સાથે આવા તત્વોની ભારે રંજાડ થતી હોય તેવા કિસ્સામાં પાસા હેઠળ કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવેલ છે.
નોંધનીય છેકે દારૂ, જુગાર, કસાઈ, ભૂમાફિયા વિરુધ્ધ પરીણામ લક્ષી કડક કાર્યવાહી ના ભાગરૂપે પાસાનું શસ્ત્ર ઉગાવવા માં આવ્યું હતુ. જેને લઈને આવા અસામાજીક તત્વો થોડા અંશે કાબુમાં આવેલ હતા. આ સાથે તાજેતરમાંજ ગૃહમંત્રી દ્વારા છેડતી સતામણી ના કિસ્સાઓમાં પણ પહેલો ગુનો હોય તો પણ પાસા હેઠળ ગુંહેગાર ની ધરપકડ કરવાની સૂચના ની જાણ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે અગાઉ પાસાના કાયદામાં સુધારો કરીને સાયબર ક્રાઇમ ના ગુનાઓ આચરતા ગુન્હેગારો, કસાઇઓ અને ત્યારબાદ ભૂમાફિયાઓને પણ પાસાના કાયદા હેઠળ આવરી લેવાયા હતા. તેમાં હવે છેડતી જાતીય સતામણી કરતા તત્વોનો પણ સમાવેસ કરીને પહેલો ગુનો નોંધાશે તોપણ પોલીસ ગુન્હેગારની પાસા હેઠળ ધરપકડ કરી શકશે. આ બાબતે ગૃહવિભાગે તમામ પોલીસ કમિશ્નરો અને રેન્જ આઈ.જી ને સૂચના આપવામાં આવી છે.