આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ૫૨૭ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ૫૨૭ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી

આજરોજ આમ આદમી પાર્ટીના ગાંધીનગર કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશપ્રમુખ શ્રી ગોપાલ ઇટાલિયા, સહપ્રભારી શ્રી ગુલાબસિંહજી અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રેસ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી ગોપાલ ઇટાલિયાએ દિલ્લી સરકારમાં થયેલા કામો અને સિદ્ધિઓ વિશે પ્રેસમીડિયાને માહિતગાર કર્યા.

આજદિન સુધી આમ આદમી પાર્ટીએ સમગ્ર રાજયમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત ૧૭૦૦થી વધુ ઉમેદવારોની જાહેરાત કરી છે.