નર્મદા જિલ્લામાં “આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત સિનિયર સિટીજનો માટે વિવિધ સાત જેટલી રમત સ્પર્ધા યોજાશે
તા. ૯ મી સપ્ટેમ્બર સુધીમાં અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે.
રાજપીપલા,તા.11
ગુજરાત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. સદર મહોત્સવમાં કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીની રમત ગમત શાખા દ્વારા સિનિયર સિટીઝનો માટે વિવિધ સાત જેટલી સ્પર્ધાઓ યોજાશે જેમાં, એથ્લેટીક્સ, શુટીંગ વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ અને ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધાઓનું આયોજન કરાયેલ છે. નર્મદા જિલ્લામાં ઉક્ત સ્પર્ધાઓનું આયોજન જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જેથી નર્મદા જિલ્લાના સિનિયર સિટીજન ભાઇઓ/બહેનો ઉપરોક્ત સ્પર્ધાઓમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ જિલ્લા રમત ગમત કચેરી, રૂમ નં ૨૧૭, બીજો માળ , જિલ્લા સેવા સદન, રાજપીપલા-નર્મદા ખાતેથી અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે, તેમજ તા.૦૯/૦૯/૨૦૨૧ ના રોજ કચેરી સમય દરમિયાન જમા કરવાનું રહેશે. સ્પર્ધા અંગેની જાણ જિલ્લા રમત ગમત કચેરી દ્વારા જેટલા ખેલાડીઓએ અરજી ફોર્મ જમા કરાવેલ હશે તેમને ટેલીફોન દ્વારા સ્પર્ધાના સ્થળ, સમય અને તારીખની જાણ કરવામાં આવશે તેમ, જિલ્લા રમત-ગમત અધિકારી રાજપીપલા. જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા