રાજપીપળા ભાટવાડા વિસ્તારમાં ભરશિયાળે પાણીની રામાયણ.છેલ્લા 10 દિવસથી એક જ વખત પાણી આવતા રહીશો પરેશાન.
ભાટવાડા વિસ્તારમાં બે વખત પાણીનો પુરવઠો આપવા બાબતે રહીશોએ કલેકટરને આવેદન આપ્યું.
રાજપીપળા,તા.20
રાજપીપળા ભાટવાડા વિસ્તારમાં ભરશિયાળે પાણીની રામાયણ ઉભી થવા પામી છે.આ વિસ્તારમાં માત્ર એક જ વખત પાણી આવતું હોવાથી રહીશો પરેશાન થતા હોય ભાટવાડા વિસ્તારમાં બે વખત પાણીનો પુરવઠો આપવા બાબતે રહીશોએ એડવોકેટ રાજેશ માલીની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર.4 ભાટવાડા વિસ્તારમાં હોળી ચકલા તથા ચાચા નેહરુ બાલમંદિર વાળા વિસ્તારમાં આજથી આશરે સાત દિવસ પહેલાં બે વખત પાણી આવતું હતું. અચાનક પાણીનો પુરવઠો એક જ વખત કરી દેતા રહીશોને પૂરતું પાણી ન મળતા લોકો પાણી વિના પરેશાન થઈ ગયા છે. રહીશોએ પાણીનો પુરવઠો બે વખત આપવામાં આવે તો ત્યાંના લોકો કોઈ અગવડ પડે નહીં તેવી માંગ કરી હતી.
હોળી ચકલા તથા ચાચા નેહરુ બાલ મંદિર વાળા વિસ્તારમાં 10 દિવસ પહેલા બે વખત ફોર્સથી તેમ જ પર્યાપ્ત પાણી પુરવઠો આપવામાં આવતો હતો. જે અચાનક બંધ કરી દેવાયો અને હવે પાણીનો પુરવઠો એક જ વખત આપવામાં આવે છે ? કયા કારણોસર છેલ્લા 10 દિવસથી એક જ વખત પાણીનો પુરવઠો આવે છે ? એક વખત પાણીનો પુરવઠો આપવાથી ત્યાં રહીશો અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય કોઈ ટેક્નિકલ ખામી હોય તો તાત્કાલિક દૂર કરી બે વખત પાણી આપવા જણાવ્યું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા