લાખોના ખર્ચે વિકસાવેલ ઇકોટૂરિઝમ સેન્ટરતરીકે વીકસાવેલ સોલર ગામ જુનારાજ ગામમા બે વર્ષથી સોલાર લાઈટો બંધ છે
બે વર્ષથી સોલાર પ્લેટો ઘરોના છાપરે ધૂળખાય છે .
ઉપલા ફળીયામા બે વર્ષથી
40જેટલા ઘરોમા 350જેટલા ગ્રામજનો લાઇટ ન હોવાના કારણે અંધારામા સબડી રહ્યા છે .
દીવડાના પ્રકાશથી અને વાહનોની બેટરી ચાર્જ કરી ને અંધારા ઊલેચતા ગ્રામજનો
કોરોનામા ઓનલાઇન શિક્ષણથી ગામના બાળકો
રાજપીપલા તા 11
નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર એવા ચારે બાજુથી પાણીથી ઘેરાયેલ કરજણ નદીઅને જંગલોના કુદરતી સૌદર્યસભર નાંદોદ તાલુકાના જુનારાજ ગામને વનવિભાગે ઇકોટૂરિઝમ સેન્ટર તરીકે લાખોના ખર્ચે વિકસાવ્યુ છે .વનવિભાગે આ ગામને સોલરગ્રામ તરીકે પણ વિકસાવ્યુ છે પણ છેલ્લા કેટલાક વખતથી આ જૂનારાજ ગામમાં વીજળીના ધાંધિયાથી ગ્રામજનો પરેશાન થઈ ગયા છે.
પ્રવાસીઓ ના આકર્ષકરૂપ ઇકો ટૂરિઝમ કેન્દ્ર મા સોલર લાઇટના તો ધજાગરા ઉડી ગયા છે . પાંચ વર્ષ પહેલા જૂનારાજ ગામમાં આશરે 200જેટલી સોલારલાઈટો લગાડી જૂનારાજ ને સોલાર ગ્રામ બનાવ્યુ હતુ આજે જૂનારાજ ગામમાં સોલાર લાઈટો છેલ્લા બે વર્ષથી બંધ છે મોટા ભાગની સોલાર પ્લેટો બગડી ગઈ છે એને કોઈએ નથી તો રિપેર કરવાની તસદી લીધી કે નથી આજદિન સુધી વનવિભાગે કે સરકારી તંત્રએ ઇકો ટૂરિઝમ ને સોલાર લાઈટો ચાલુ કરવાની તસ્દી લીધી નથી તેનાથી પ્રવાસીઓ નારાજ છે .આજે બે વર્ષથી સોલાર પ્લેટો ઘરોના છાપરે ધૂળખાય છે .
ગ્રામજન સંજયભાઈએ આ બાબતે રોષ વ્યક્ત કરાતા જણાવ્યુ છે કે અમારા ગામના ઉપલા ફળીયામા બે વર્ષ પહેલા લાઇનઉભી કરી વાયરો ખેંચી ટીસી પણ લાગી ગયુ છે .માત્ર મીટર કનેક્શન લગાડવાના બાકી છે આમ બે વર્ષથી 40જેટલા ઘરો મા 37મીટરો લગાડવાના બાકી છે .પણ ગામના 350જેટલા ગ્રામજનો આજે પણ બે વર્ષથી ઘરોમાં લાઇટ ન હોવાના કારણે અંધારામા સબડે છે .એસ્પીરેશન ડીસ્ટ્રીક નર્મદાના ઇકો ટૂરિઝમ સેન્ટર જૂનારાજ ગામમાં સોલાર ગામ અને વીજળીવિના અંધારામા સબડતું ગામ જૂનારાજ ગામનો વીજળીનો પ્રશ્ન કોઈ નેતા હલ કરી શક્યો નથી વિકાસના ના નામે નર્મદામા કરોડોની ગ્રાન્ટ ખર્ચતી સરકારને જૂનારાજ ગામના અંધારા ઊલેચવાની ફુરસદ નથી એનાથી શરમજનક વાત બીજી શી હોઈ શકે ?
ગ્રામજનોનુ કહેવુ છે .ખોબે ખોબા મત આપીને પસ્તાતા મતદારો કહે છે કે ચૂટાયા પછી કોઈ નેતા ગામની સમસ્યા જોવા પણ ફર્ક્યૂ નથી .હાલ ગામમાં અંધારપટ છવાયું છે .ચોમાસામા અંધારામા ઘરોમા ઘૂસી આવતા કોબ્રા જેવા ઝેરી સાપના કરડવાના બનાવોથી ગ્રામજનો ભયભીત છે .છેલ્લા બે વર્ષમા પાંચ જેટલાલોકો સર્પદંશથી મ્રૂત્યૂ પામ્યા છે બાળકો નો અભ્યાસ લાઇટ વિના બગડી રહયો છે.કોરોનામા અમારા ગામમાં અમારા બાળકો નથી ડીડી ગિરનાર ટીવી પર શિક્ષણ લઈ શકતા કે નથી ઓનલાઇન શિક્ષણ તો લઈ શકતા જ નથી , રાતે અને દિવસે પણ દીવડા ના પ્રકાશ મા અથવા તો વાહનોની બેટરી ચાર્જ કરાવી ને અંધારા ઊલેચવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તંત્ર અને નેતાઓ જૂનારાજ ગામના અંધારા ઊલેચવા આગળ આવે એવુ ગ્રામજનોની માંગ છે
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા