રાજપીપળા સબ જેલ પાસે નું બસ સ્ટેન્ડ ફરી શરૂ કરાવવા સ્થાનિક વેપારીઓની કલેકટરને તથા ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું.

રાજપીપળા સબ જેલ પાસે નું બસ સ્ટેન્ડ ફરી શરૂ કરાવવા સ્થાનિક વેપારીઓની કલેકટરને તથા ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું.
રજવાડા સ્ટેટ સમયનું આ બસ સ્ટેન્ડ ચારેક મહિનાથી બસ સ્ટેન્ડ બંધ કરી દેતા સ્થાનિક વેપારીઓ અને મુસાફરોને ભારે તકલીફ.
રાજપીપળા, તા.20
રાજપીપળા નગરના મુખ્યમાર્ગો ઉપર આવેલા સબ જેલ પાસે નું બસ સ્ટેન્ડ છેલ્લા ચારેક મહિનાથી બંધ હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે.એ માટે આ બસ સ્ટેન્ડ ફરીથી ચાલુ કરવાની સ્થાનિક વેપારીઓએ ચીટનીસટુ કલેકટર એસ.એન.સોનીને તથા રાજપીપળા એસટી ડેપો મેનેજર લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ રજૂઆતમાં સ્થાનિક વેપારી વિજયભાઈ રામી, અરૂણભાઇ પાદરીયા સહિતના વેપારીઓએ જણાવ્યું હતું કે રાજપીપળા સબ જેલ પાસે રાજા રજવાડા સ્ટેટ સમય નું સ્ટેન્ડ હતું ત્યાંથી આખા દિવસ દરમિયાન ઘણી બસોની અવરજવર હતી. જેથી શહેરના મધ્યમાં આવેલું આ સ્ટેન્ડ મુસાફરો માટે આશીર્વાદ સમાન હતું. પરંતુ ચારેક મહિનાથી આ બસ સ્ટેન્ડ બંધ કરી દેવાતા રાજપીપળા બજારમાંથી સામાન લઈ જતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને રીક્ષા બગાડી સ્ટેન્ડ ઉપર જવું પડતું હતું.ખાસ ઉંમરલાયક વ્યક્તિઓ કે મહિલાઓને પણ તકલીફ પડે છે મુખ્ય માર્ગ ઉપર ઉભી રહેતી લારીઓ ના કારણે પણ ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે.
અગત્યની બાબત તો એ છે કે લોકડાઉનના કારણે લોકોના ધંધા-રોજગારમાં ભરે મંદિ હોય, ઉપરથી આ ગામના એક માત્ર બસ સ્ટેન્ડ બંધ કરાતા સ્થાનિક વેપારીઓના ધંધા પણ ભાંગી પડ્યા છે. માટે એસટી ડેપોથી નીકળતી બસો અગાઉ જેમ સ્ટેશન રોડ પરથી પસાર થાય તેમ કરવાલે કલેકટર સહિત ડેપો મેનેજરની વેપારીઓ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા