રાજપીપલા મા ભર ઉનાળે વીજળીના ધાંધિયાથી લોકો પરેશાન
રાજપીપલા, તા 13
રાજપીપળામાં અત્યારે ૪૦થી ૪૨ ડિગ્રી તાપમાનનો પારો ચઢી રહ્યો છે. સવારે 9વાગ્યાંથી જ ગરમ પવન ફૂંકાવો શરૂ થઈ જાય છે.લોકો ગરમીથી પરેશાન છે.જ્યારે રાજપીપલામા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રાજપીપળામાં ઘર ઉનાળે વીજળીના ધાંધિયાથી લોકો પરેશાન થયા છે. છાશવારે ગમે ત્યારે લાઇટો ડૂલ થઈ જાય છે. ત્યારે લાઇટ વગર ગરમીમાં એસી,કૂલર, પંખા વગર રીતસરના લોકો બફાઈ જાય છે. હાલ લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હાલ રાજપીપળામાં ગરમી વધી રહી છે. તેમજ લોકોના કોરોનાની મહામારીથી પરેશાન છે ખાસ કરીને કોરોનાના દર્દીઓ,અન્ય બિમાર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યારે છાસવારે ડૂલ થતી લાઈટોને કારણે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ કચેરીઓમાં અને બેન્કોમાં લાઈટો જતી રહેવા ને કારણે ઇન્ટરનેટ સેવાપણ ખોરવાઈ જાય છે. જેને કારણે સરકારી કચેરીઓના કામોઅને બેન્કિંગ સેવા પણ ખોર વાઈ જવા પામી છે. રાજપીપળામાં વારંવાર લાઈટો જવાથી ખાસ કરીને બિમાર લોકો, ઉપરાંત વયોવૃદ્ધ લોકો, નાના બાળકો ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. લાઈટના અભાવે અસહ્ય ગરમીથી ઉકળાટને કારણે બેભાન થવાના તેમજ ચક્કર આવવાના બનાવો બનતા હોય છે. ત્યારે વીજ કંપનીના સત્તાધીશો વીજળી ના ધાંધિયા બંધ કરે તેવી માંગ લોકોએ કરી છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા