રાજપીપળા ના કોરોના પોઝિટિવ માંથી સાજા થયેલા સેવાભાવી યુવાનો વિજય રમીએ નર્મદા માંથી સૌપ્રથમ વાર પ્લાઝમા બ્લડ ડોનેટ કર્યું.

રાજપીપળા ના કોરોના પોઝિટિવ માંથી સાજા થયેલા સેવાભાવી યુવાનો વિજય રમીએ નર્મદા માંથી સૌપ્રથમ વાર પ્લાઝમા બ્લડ ડોનેટ કર્યું.
વડોદરાના કોરોનાના પ્લાઝમાના દર્દી માટે પ્લાઝમા ડોનેટ કરનાર રાજપીપલાના યુવાનને વડોદરા જઈને પ્લાઝમા બ્લડ ડોનેટ કર્યું.
સ્વૈચ્છિક રક્તદાન પછી પ્લાઝમા બ્લડ ડોનેટ અંગે પણ નર્મદામાં જાગૃતિ આવી.
રાજપીપળા,તા.20
રાજપીપળાના કોરોના પોઝિટિવ માંથી સાજા થયેલા સેવાભાવી યુવાન વિજય રામીએ કોવીડ 19 ના દર્દીને વડોદરામાં એ + પ્લાઝમા ડોનેટ કર્યું હતું.વડોદરાના કોરોના પ્લાઝમાના દર્દી માટે પ્લાઝમા ડોનેટ કરનાર વિજય રામની પ્રથમ યુવાન છે.
વિજયભાઈના જણાવ્યા અનુસાર હું તા. 26- 8- 20ના રોજ કોરોના પોઝિટિવ થયો હતો.અને 31 -8ના રોજ સાજો થઈ જતાં મને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.મારું બ્લડ-ગ્રુપ એ પોઝિટીવ છે. મને રાજપીપળાના ડોક્ટર મિત્ર વનરાજભાઈ દ્વારા પ્લાઝમા ડોનેટ કરવા અંગે માર્ગદર્શન મળ્યું હતું. તેથી મેં ફેસબુક પર મેં મારી પોસ્ટ મૂકીને જેને સમજવાની જરૂર હોય તે મારો સંપર્ક કરી શકે છે.એમ મેં માં રહી સ્વેચ્છિક પ્લાઝમા ડોનેટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
મારી પોસ્ટ વાંચીને તા 17 મી જાન્યુઆરીએ 10.35 ખાનગી હોસ્પિટલના એક ડો.અનિલ રસનો વડોદરા થી ફોન આવ્યો હતો.જેને હું કોઈ દિવસ મળ્યો પણ નથી,મારી ત્રણ મહિના જૂની પોસ્ટ વાંચીને એફબી પર થી નંબર શોધીને એમને મારો સંપર્ક કર્યો.અને જણાવેલ કે એક કોવીડ પેશન્ટને પ્લાઝમાની જરૂર છે આપ આપશો ?
કોવિડ-૧૯ ના પેશન્ટ ને વડોદરામાં A+ પ્લાઝ્મા ડોનેટ કર્યું.
હું ઊંઘ માં હતો,ને મેં કહ્યું આવતી કાલે,સોમવારે બપોરે હું આપવા આવી જઈશ. એમણે મારી માટે ગાડી મોકલવાની પણ વાત કરી પણ મેં ના પાડી હતી. હું બીજે દિવસે સવારે જાતે વડોદરા જઈને એ ડોક્ટરનો સંપર્ક કરીને પ્લાઝમા ડોનેટ કર્યું હતું.વિજય રામી અન્ય લોકોને પણ મેસેજ આપતા તમે પણ કોવીડ માંથી સારા થઈને આવ્યા હોય તો આ પ્રકારે કોઈને મદદ થઈ શકાય છે.કદાચ કોઇનું જીવન બચી જાય અત્રે ઉલ્લેખનીય છે કે જેને કોરોના પોઝિટિવ માંથી સાજા થતા થાય થયા હોય તેવી વ્યક્તિ જ પ્લાઝમા આપી શકે છે.આ પ્લાઝમાંથી કોરોના વાયરસ સામે લડવાની પ્રતિકારક શક્તિ વધારે હોવાથી કોરોનાના દર્દી માટે લાભદાયી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વૈચ્છિક રક્તદાન પછી પ્લાઝમા બ્લડ ડોનેટ અંગે પણ નર્મદામાં જાગૃતિ આવી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા