અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા ના જુના માલકનેશ ના સરપંચ દ્વારા થયેલ મોટાપાયે કૌભાંડ ની એ.સી.બી.માં ફરીયાદ દાખલ થતા તકેદારી આયોગ ને તપાસ શરુ કરવા હુકમ કરતા એ.સી.બી.નિયામક

અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા ના જુના માલકનેશ ના સરપંચ દ્વારા થયેલ મોટાપાયે કૌભાંડ ની એ.સી.બી.માં ફરીયાદ દાખલ થતા તકેદારી આયોગ ને તપાસ શરુ કરવા હુકમ કરતા એ.સી.બી.નિયામક

જુના માલકનેશ ગામે સરપંચ દ્વારા વ્યાપકપણે ભ્રષ્ટાચાર થતો હોવાથી અરજદાર અને જાગૃત પ્રેસ રિપોર્ટર મુકેશભાઈ વાઘેલા ને જાણ થતા અને બ્લોક ના ચાલુ કામમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાથી જાણ થતા સ્થળ તપાસ કરવા તાલુકા વિકાસ અધીકારી ને લેખીત માં જાણ કરવામાં આવી જેથી તાલુકા વિકાસ અધિકારીએ રુબરુ તપાસ કરતા મોટાપાયે કૌભાંડ.ભ્રષ્ટાચાર સામે આવેલ હોય જેથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ દ્વારા તાત્કાલિક કામ બંધ કરવા હુકમ કરેલ અને સરપંચ દ્વારા કરેલ જુના કામો જેમકે ગટરલાઈન-સ્ટ્રીટલાઈટ-શમશાન ની દિવાલ-પાણી નો ટાકો તેમજ આર.સી.સી.રોડ તેમજ વગેરે કામો ની રુબરુ માં તાલુકા વિકાસ અધિકારી સાહેબે તપાસ કરતા અનેક કૌભાંડ આચરેલ હોય જેનું પંચરોજ કરી અને અરજદાર દ્વારા એ.સી.બી નિયામક ને લેખીતમાં ફરીયાદ દાખલ કરેલ જેથી મદદનીશ મુ.મ.લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો.ગુજરાત રાજ્ય. અમદાવાદ વતી એ પંચાયત સચિવ ગ્રામ ગ્રુહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ ગાંધીનગર તેમજ તકેદારી આયોગ ને તપાસ કરી અહેવાલ કરવા હુકમ કરવામાં આવે છે.

તો ટુંક સમય માં તપાસ હાથ ધરવામાં આવનાર હોય જેથી મોટાપાયે કૌભાંડ.ભ્રષ્ટાચાર બહાર લાવવામાં અરજદાર અને પ્રેસ રિપોર્ટર મુકેશભાઈ વાઘેલા સફળ થશે. અને જનતા ના પરસેવા ના પૈસા ના ઘી-કેળા ખાનાર સરપંચ ચોથાભાઈ જાદવ ને કાયદાકીય કાર્યવાહી કરી સજા થાય તો આવા ભ્રષ્ટાચાર કરનાર ને સબક મળે જેથી કોઈપણ આવા મોટાપાયે ભ્રષ્ટાચાર ન કરે તે ઇચ્છનીય છે તે અરજદાર ની યાદી માં જણાવેલ છે