*યુકેમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો*

નવી દિલ્હી: યુકે ઈમિગ્રેશન બાબતે તાજેતરમાં 27 ફેબ્રુઆરીએ પ્રગટ થયેલા આંકડાઓ જણાવે છે કે 2019માં ભારતના 37500 વિદ્યાર્થીઓને ટાયર-4(સ્ટુડન્ટ) વિઝા આપવામાં આવ્યા છે, જે ગત વર્ષ કરતાં 93 ટકાનો ઉછાળો સૂચવે છે. ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝાની સંખ્યા છેલ્લાં આઠ વર્ષની આ સૌથી મોટી છે. 2016થી આ સંખ્યા સતત વધતી જ રહી છે. સ્ટુડન્ટ વિઝા માટે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઝડપથી વધી રહી છે.ગયા વર્ષે 57,000 થી વધુ ભારતીય નાગરિકોને ટીયર 2 સ્કીલ્ડ વર્ક વિઝા આપવામાં આવ્યા હતા. આ આંકડો વિશ્વ સ્તર પર આપવામાં આવેલા તમામ સ્કીલ વર્ક વિઝાના 50 ટકાથી વધુ છે. એનો અર્થ એવો કે, વિશ્વના અન્ય દેશોની સરખામણી ભારતીયોને સૌથી વધુ વિઝા આપવામાં આવ્યાં.