*બાળકો માટે જાહેર કરવામાં આવ્યુ ડીઝાઈનર બ્લૂ કલરનું આધારકાર્ડ*

વર્તમાન સમયમાં આધાર કાર્ડ ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયુ છે. લગભગ દરેક સરકારી કે પ્રાઈવેટ યોજનમાં આધાર કાર્ડની જરૂર પડે છે. તેમાં પણ જો બાળકોના સ્કૂલ એડમિશનની વાત આવે, ત્યારે પણ આધાર કાર્ડની જરૂરીયાત પડે છે. ત્યારે UIDAI 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બ્લૂ કલરનું આધાર કાર્ડ જાહેર કર્યુ છે.આ બાળ આધાર કાર્ડ કોઈપણ આધાર કેન્દ્ર પર બનાવી શકાય છે. 5 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ બાળકની બાયોમેટ્રિક માહિતીને અપડેટ કરાવવી જરૂરી છે. જો 7 વર્ષ સુધી તમે તમારા બાળકની બાયોમેટ્રિક માહિતીને અપડેટ નહી કરાવો તો, કાર્ડ કેન્સલ થઈ જશે. તમે અપડેટનું કામ નજીકના કોઈપણ આધાર કેન્દ્રમાં મફત કરાવી શકો છો.UIDAIએ આ વિશેની સત્તાવાર માહિતી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. UIDAIએ લખ્યુ છે કે, 5 વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે બાળ આધાર જરૂરી છે. જેની સમય મર્યાદા 5 વર્ષ સુધીની રહેશે. જો કે, અત્યાર સુધીમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકની બાયોમેટ્રિક જાણકારી લેવામાં આવતી નથી. બાળકી ઉંમર 5 વર્ષથી વધુ હોવા પર બાયોમેટ્રિક રેકોર્ડ એપડેટ કરવું જરૂરી છે.