ગાંધીનગર-અમદાવાદ
◼️ *આજે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચશે. કોરોના ગાઈડ લાઇનને જોતા કાર્યકરો સાથે ઉજવણી રદ કરાઈ.*
◼️ આજે સાંજે સોમનાથ મંદિર ટ્રસ્ટની થશે બેઠક.
◼️આજથી ITI ના શૈક્ષણિક કાર્યની થશે શરૂઆત.
◼️ આજે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. રસીકરણ, બર્ડ ફલૂ અંગે થશે ચર્ચા.
◼️ ઉત્તરાયણમાં પરિવાર સિવાયના લોકો ધાબા પર હશે તો પોલીસ પકડશે.
◼️અમદાવાદના ઘાટલોડિયામાં વૃદ્ધનો આપઘાત. સળગતી હાલતમાં સમર્પણ ટાવરના 5 માળેથી જંપલાવ્યું. અપઘાતનું કારણ અકબંધ.
◼️ અમદાવાદ એરપોર્ટ પર કોરોના વેકસીનનું કંકુ, શ્રીફળથી સ્વાગત. આજે 2.65 લાખ ડોઝ આવશે.
◼️અમદાવાદ-વારાણસી વિમાનનું ધુમ્મસના પગલે લખનૌમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ.
◼️સિમ્સ હોસ્પિટલને કોરોના કાળમાં નિયમો વિરુદ્ધ કાર્ય કરવા બાબતે 7 દિવસનો સમય અપાયો.
◼️ શહેરમાં 3 મ્યુનિસિપલ શાળાઓનું લોકાર્પણ.
◼️નેહરુબ્રિજ મેટ્રો બ્રિજ અને રીપેરીંગ કામ માટે 15 દિવસ બંધ રહેશે.
◼️ વોટ્સ અપ પર કાર લોન આપવાનું કહી છેતરપિંડી બાબતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ.