જાનથી મારી નાખવાની ધમકી અને ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ.
નાંદોદ તાલુકાના વરખડ ગામે કપાસના ખેતરમાં ગેરકાયદે પ્રવેશ કરી અંગત અદાવતે ટેકટર ફેરવી કપાસના પાકને નુકસાન કરતાં ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જેમાં ફરિયાદી નગીનભાઈ ડાહ્યાભાઈ પટેલ ( રહે વરખડ )એ આરોપીઓ હસમુખભાઇ સોમાભાઇ પટેલ, સંજયભાઈ મનુભાઈ વસાવા, રશ્મિકાંત કોઈનાભાઈ વસાવા, (રહે, વરખડ ) સામે ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપી હસમુખભાઈ પટેલ ફરિયાદી નગીનભાઈને 100 રૂપિયા ના સ્ટેમ્પ પર વરખડ ગામની સીમમાં આવેલ જમીન 10 લાખમાં ગીરવી આપેલ રૂપિયા પરત નહીં આપતાં નગીનભાઈ નર્મદાના પ્રિન્સિપાલ સિનિયર જજ રાજપીપળાની કોર્ટમાં કામ ચલાવ મનાઈ હુકમ મેળવેલ તેની અદાવત રાખી ચાલુ સાલે નગીનભાઈએ પોતાના ખેતરમાં કપાસનું વાવેતર કરેલ તે કપાસના ઉભા પાકમાં આરોપી હસમુખભાઈના કહેવાથી અન્ય આરોપીઓએ ખેતરમાં ગેરકાયદે પ્રવેશ કરી કપાસના પાકના ઊભા પાકના ખેતરમાં ટ્રેક્ટર થી લોટરી મારી પાકને 10 હજારનું નુકશાન કર્યું હતું, અને આરોપી સંજયભાઈએ નગીનભાઈને મા બેન સમાણી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતાં, પોલીસે ત્રણને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.