ગરુડેશ્વર તાલુકાના ગાડકોઈ ગામની૧૭ વર્ષની સગીર કન્યાની કરપીણ હત્યા!

ગરુડેશ્વર તાલુકાના ગાડકોઈ ગામની૧૭ વર્ષની સગીર કન્યાની કરપીણ હત્યા!

ઉડવાથી શમશેરપુરા બિજ તરફનર્મદા ની મુખ્ય કેનાલમા લાશને ફેકી દેવાઇ!

સગીર કન્યાને ગળાના ભાગે ટુપો મારી મોત નિપજાવી લાશના માથાના વાળને તાર સાથે પથ્થર બાંધી કેનાલના
પાણીમાં ફેકી દઈ પુરાવાનો નાશ કરાતા ચકચાર

રાજપીપળા,તા-9

ગરુડેશ્વર તાલુકાના ગાડકોઇ ગામની ૧૭ વર્ષની સગીર કન્યાની કરપીણ હત્યા કરાતા ચકચાર મચી જવા પામીછે. ઉડવાથી શમશેરપુરા બિજ તરફનર્મદા ની મુખ્ય કેનાલના પાણીમાથી સગીર કન્યાની લાશ મળી છે. સગીર
કન્યાને ગળાના ભાગે ટુપો મારી મોત નિપજાવી લાશના માથાના વાળને તાર સાથે પથ્થર બાંધી કેનાલના પાણીમાં
ફેકી દઇ પુરાવાનો નાશ કરવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આ અંગે ફરીયાદી બચુભાઈ ભયજીભાઈ
તડવી રહે. ગાડકોઇ આંબા ફળિયા)એ કોઇ અજાણ્યા ઇસમ સામે ફરીયાદ કરી છે.
ફરીયાદની વિગત મુજબ ફરીયાદી બચુભાઇની સગીર દીકરીને ગઇ તા. ૬ ૧ ૨ ૧ ના રોજ વહેલી સવારે કોઇ
અજાઢ્યા ઇસમે બચુભાઇની દીકરીને ગળાના ભાગે ટુંપો મારી મોતને ઘાટ ઉતારી હતી. સગીર કન્યાની હત્યા કરી
લાથના માથાના વાળને તાર સાથે પથ્થર બાંધી કેનાલના પાણીમાં ફેંકી દઇ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરતા
ગડેશ્વર પોલીસે ખૂનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

,તસવીર:, જયોતિ જગતાપ,રાજપીપળા