નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો નવતર પ્રયોગ.

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો નવતર પ્રયોગ.

નર્મદા જિલ્લાની નર્મદાની 960 પ્રાથમિક શાળાઓના બોર્ડ લાગ્યા.

ગામમાં આવેલી શાળાઓમાં ગામ થી કેટલા કિ.મીના અંતરે આવેલી છે તેની જાણકારી આપતા બોર્ડ હાઈવે રોડ તરફથી ગામ તરફ જવાના રસ્તે બોર્ડ લાગ્યા.

આનાથી અજાણી વ્યક્તિને તથા સ્કૂલની મુલાકાત લેનાર અધિકારીઓ વ્યક્તિઓને સ્કૂલ ક્યાં આવેલી છે,અને ગામ થી કેટલા કિ.મીના અંતરે આવેલી છે. તે જાણી શકાશે -જયેશ પટેલ પ્રાથમિક શિક્ષણ અધિકારી નર્મદા.

જિલ્લા પંચાયત હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓના બોર્ડ લાગ્યા.

રાજપીપળા,તા.11

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલ પ્રાથમિક શાળાઓ ગામ થી કેટલી દૂર અને કયા આવેલી છે તેની માહિતી દર્શાવતો નવતર પ્રયોગ આદર્યો છે જેમાં કોઈ બહારથી આવનાર અજાણી વ્યક્તિ કે વાલીને સ્કૂલમાં કામ અર્થે જવું હોય તો સ્કૂલ શોધવામાં તકલીફ ન પડે કે કોઈને પૂછવું ન પડે તથા સ્કૂલની મુલાકાત લેનાર અધિકારીઓ વ્યક્તિઓને સ્કૂલ ક્યાં આવેલી છે. અને ગામ થી કેટલા કિ.મીના અંતરે આવેલી છે.તે જાણી શકાશે.નર્મદા જિલ્લામાં નર્મદાની આવી 960 પ્રાથમિક શાળાઓના બોર્ડ લગાડવામાં આવી રહ્યા છે આ સ્કૂલ કઈ દિશા માં આવેલી છે તેને તીરના એરો દર્શાવતા અને નિશાન પણ દર્શાવ્યા છે. જેથી અજાણી વ્યક્તિ સહેલાઇથી સ્કૂલને સુધી શકે. જેમાં શાળાનું નામ, ગામનું નામ, તાલુકાનું નામ,તથા મીટર અને કિ.મી.ના અંતર ના માપ દર્શાવ્યા છે. આ શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. એવા આવકારના બોર્ડ પર લગાડવવા છે.આવા બોર્ડ ગામની બહાર કે ટર્નિંગ પોઈન્ટ પર જ્યાં મળવાનું હોય ત્યાં અને હાઈવે રોડ પર ગામ કે સ્કુલ તરફ જવાના રસ્તે આવા બોર્ડ જિલ્લા પંચાયત હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓના બોર્ડ લગાવવામાં આવ્યા છીએ. ગામલોકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નો નવતર પ્રયોગને ઉપયોગ જણાવી આવકાર્યા છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા