નર્મદા દેડીયાપાડા તાલુકાના નીચલી માથાસર જવાનો માર્ગ છેલ્લા 15 વર્ષથી ખખડધજ હાલતમાં છે.!!
એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ જોઈ શકાતા નથી.!
તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ટાણે વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા બેઠકો કરી રહ્યા છે. ત્યારે ગ્રામજનોના પ્રશ્નો નેતાને સતાવી રહ્યા છે.
રાજપીપળા,તા. 12
નર્મદાના દેડિયાપાડા તાલુકાના નીચલી માથાસર જવાનો માર્ગ છેલ્લા 15 વર્ષથી ખખડધજ હાલતમાં છે.એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ જઇ શકતા નથી.તેવી હાલતમાં આ ગામોનો વિકાસ કેવો અને કેટલો થયો છે.તે આ રસ્તાની દુર્દશા પરથી જોઈ શકાય છે.હાલ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ટાણે વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા બેઠકો કરી રહ્યા છે.ત્યારે ગ્રામજનોના પ્રશ્નો નેતાઓને સતાવી રહ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર નીકળી માથાસર મોક્સી ફળિયાનો ખખડધજ માર્ગ છેલ્લા 15 વર્ષથી બન્યો ન હોવાથી ફોર વ્હીલ વાહનોને પણ 2 કિમીના અંતરમાં થી પસાર થવું મુશ્કેલ બન્યું છે. જેમાં ખાસ કરીને ઇમરજન્સીમા ગામમા આવતી એમ્બ્યુલન્સ કે દરરોજ મુસાફર સાથે આવતા ખાનગી વાહનોને પણ ચડવો ભારે પડે છે.જેમાં વારંવાર ઢાળ ઉપર વાહન પલ્ટી ખાવા નો ભય રહેલો હોવાથી મુસાફરો કે સામાન ખાલી કરી ધક્કા મારી ચઢાવવો પડે છે.છતાં સરકાર કરે સ્થાનિક તંત્ર ગ્રામજનોની વર્ષોની આ ફરિયાદને ધ્યાને ન લેતા લોકોમાં રોષ જોવા મળ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર માથાસર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અન્ય વિકાસ કામો થતા હોય તો આ તરફનો માર્ગ કેમ ગ્રામ પંચાયત 15 વર્ષથી ધ્યાન પર લેતું નથી. જ્યારે ગામના સરપંચ સોમાભાઈ આ બાબતે ગ્રામજનોને આ વર્ષે માર્ગ મળશે તેવા આશ્વાસન આપે છે.પરંતુ વિકાસના નામે આ તરફ કોઇ નક્કર કામગીરી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યા છે.
રિપોર્ટ :જયોતિ જગતાપ,રાજપીપળા