ભારતભરનાં કલાકારોની કલાને આગળ લાવીને તેઓએ તૈયાર કરેલાં ચિત્રોનું યોગ્ય મંચ પર પ્રદર્શન કરવાની સાથે સાથે ચિત્રના વેચાણ થકી ઉપજેલી રકમ દ્વારા લેપ્રસી હોસ્પિટલ, ભાવનગરનાં દર્દીઅોને મદદરૂપ થઈ શકે તે હેતુ સાથે ધ હોબી સેન્ટર ભાવનગર દ્વારા તા.15-16 ફેબ્રઆરી,2020ના રોજ સંસ્કાર કેન્દ્ર, પાલડી, અમદાવાદમાં “ચિત્રથી ચેરીટી સુધી”ના વિચાર સાથે ચિત્રપ્રદર્શનનું આયોજન કર્યું છે.
જેમાં 15 તારીખે સવારે 11 કલાકે પ્રદર્શન નું ઉદઘાટન સમારોહ યોજાશે અને 2 દિવસ માટે સવારે 11 થી સાંજ ના 8 કલાક સુધી આ પ્રદર્શન શરૂ રહેશે.
આ પ્રદર્શનમાં અતિથિ વિશેષ તરીકે જાણીતા આર્ટિસ્ટ
રાજેશ બારૈયા, અશોક ખાંટ, ભાવેશ ઝાલા, મનહર કાપડિયા અને એકતા ઝાલાની ઉપસ્તિથીમાં પ્રદર્શનની શરૂઆત કરવામાં આવશે.
તો આપ સૌ આ પ્રદર્શનની મુલકાત જરૂરથી લેશો અને ચિત્રની ખરીદી કરી શુભ કાર્યમાં સહભાગી બનશો.