દેડિયાપાડા તાલુકાના કાકરપાડા ગામે સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ નો કેસ નહીં લડવાનો નર્મદા બાર એસોસિયેશન નો નિર્ણય.

નર્મદાના વકીલો બળાત્કારી આરોપીનો કેસ નહીં લડે.

દેશભરના નિર્ભયાકાંડ સહિત બળાત્કારની ઘટનામાં એક તરફ આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ થઇ રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં સાત વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ચકચારી ઘટના એ શરમશરમ નો પોકાર ઊઠ્યો છે, ત્યારે આવા હવસખોરો ની કાનૂની મદદ નહીં કરવાનો અને તેનો કેસ નહીં લડવાનો નિર્ણય નર્મદાના વકીલોએ લીધો છે.
દેડીયાપાડા તાલુકાના કાકરપાડા ગામે હવસખોર અર્જુન ભારજીભાઈ વસાવા (રહે, કરતલ તા. દેડીયાપાડા )એ 10 રૂપિયાની લાલચ આપી સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની શરમજનક ઘટના નર્મદા બાર એસોસિયેશનના તમામ વકીલોએ સખત શબ્દોમાં વખોડી કાઢયું હતું.
આ અંગે નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટે જણાવ્યું હતું કે કરતાલ ગામના નારાધમે જે કૃત્ય કરેલ છે તેનો તેને નર્મદા જિલ્લાના તમામ વકીલો તેનો કેસ ના લડે તેની અમોએ અપીલ કરેલ છે અને બાર એસોસિયેશને નરાધમનો કેસ નહીં લેવાનો નિર્ણય લીધેલ છે. બાર એસોસિયેશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટે આ અંગે જણાવી સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની શરમજનક અને નિંદનીય ગણાવી હતી.