ભુવનેશ્વરઃ ઓરિસ્સાના ભદ્રક જિલ્લામાં ન્યુ મોટર વેહિકલ્સ એક્ટ 2019 હેઠળ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ એક સગીર યુવકને તેની મોટર સાઇકલ ચલાવવા બદલ મોટરસાઇકલ માલિકને 42,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ સગીર ભદ્રક જિલ્લાના ભડારીપોકરી ના નુઆપોકરી ગામનો રહેવાસી છે. અધિકારીએ કહ્યું હતું કે આ મોટર બાઇકના માલિક વિરુદ્ધ 42,500નું ચલણ બહાર પડ્યું હતું. આ સગીર સ્થાનિક આરટીઓના અધિકારીઓએ અટકાવ્યો હતો અને વાહનમાલિક વિરુદ્ધ ચલણ ઇસ્યુ કર્યું હતું, એમ સૂત્રોએ કહ્યું હતું.આ સગીર મોટરબાઇક ચાલક ભદ્રક જિલ્લાના ભંડારીપોકરી બ્લોકના નુઆપોકરી ગામનો છે. મોટરબાઇકના માલિકને અપાયેલા ચલણમાં સામાન્ય અપરાધ માટે 500નો દંડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વિનાની વ્યક્તિને વાહન ચલાવવાની મંજૂરી આપવા બદલ 5000નો દંડ, નો-એન્ટ્રીમાં વાહન ચલાવવા બદલ 5000નો દંડ, ટૂ વ્હીલર પર બે કરતાં વધુ વ્યક્તિઓની સવારી કરવા બદલ 1000, તેમ જ હેલ્મેટ વગર સવારી કરવા બદલ 1000 અને જુવેનાઇલ ગુના હેઠળ 25,000 સહિતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે રાજ્યના ટ્રાફિક સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના સગીર યુવકના માતાપિતાએ-વાહનમ માલિકે 25,000નો દંડ તો ભરવો ડ પડશે. વધુમાં આ સગીર યુવકને 25 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહીં મળે.
Related Posts
જસદણમાં સરકારી કોટાના સસ્તા અનાજના ઘઉ ઓછા ભાવે ખરીદ કરી પલટી મારી બજારમાં ઉંચા ભાવે વેચાણ કરતા 3 લોકોને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસઓજી શાખા.
રાજકોટ: જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સરકારી કોટાના સસ્તા અનાજના ઘઉ ગ્રાહકો પાસેથી ઓછા ભાવે ખરીદ કરી અને સરકારી કોથળામાંથી અન્ય…
*શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવ્યા*.
*શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવ્યા*. શંખેશ્વર, સંજીવ રાજપૂત: વઢિયાર પંથકમાં આવેલ શંખેશ્વર મહાતીર્થે…
◼️🇮🇳 ◼️🇮🇳 ◼️◼️ * सुर्खियां* ◼️◼️ ◼️🇮🇳 *GNA: गुजरात न्यूज एजन्सी (PIB और MIB दिल्ली द्वारा अधिकृत नेशनल न्यूज…
