નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૭ સહિત કુલ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૮૦૬, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૭૯૪ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫૯ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૬૫૯ થઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૧ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૫ દરદીઓને આજે રજા અપાઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧૨ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૧ દરદીઓ, હોમ આઇસોલેશનમા ૩૮ દરદીઓ, ભરૂચ ખાતે ૨ અને વડોદરા ખાતે ૧૦ દરદીઓ સહિત કુલ-૭૩ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૩૯,૫૫૨ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૬૩ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

રાજપીપલા,તા 12

COVID-19
મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૨ મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૭ સહિત કુલ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૮૦૬, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૭૯૪ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫૯ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૬૫૯ નોંધાવા પામી છે.

રાજપીપલાના કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૧ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૫ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૭૦૪ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૮૭૯ દરદીઓ સહિત કુલ-૧૫૮૩ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૩૮ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૨ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૧૧ દરદીઓ, ભરૂચ ખાતે ૨ અને વડોદરા ખાતે ૧૦ દરદીઓ સહિત કુલ-૭૩ દરદીઓ સારવાર હેઠળ છે.

આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ ૩ દરદીઓના મૃત્યુ નોધાયેલ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૫૬, ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૨૫ સહિત કુલ-૩૮૨ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૧૨ મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૩૯,૫૫૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૯ દરદીઓ, તાવના ૧૬ દરદીઓ, ઝાડાના ૨૮ દરદીઓ સહિત કુલ-૬૩ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૯૫,૦૪૦ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૮,૯૮,૫૦૯ લોકોને વિતરણ કરાઇ છે

તસવીર: જયોતિ જગતાપ ‘રાજપીપળા