*સુરત વરાછામાં કારને લોક મારી દેતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ*

વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારાનો પાર્કિંગમાં પાર્ક કરાયેલી કારને લોક મારવામાં આવતા હંગામો થયો હતો. જોકે પોલીસની ફરજમાં રુકાવટ કરવાના કેસમાં 3 લોકોની પોલીસે અટકાયત કરતા સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હંગામો કર્યો હતો સુરતના વરાછા વિસ્તારમાં. અહીં ત્રીકમનગર-1 ખાતે નો પાર્કિંગમાં પાર્ક કરેલી કારને લોક મારવામાં આવ્યુ હતું. ટ્રાફિક પોલીસ દ્વારા લોક મારતા સોસાયટીના રહીશો ભેગા થઇ ગયા હતા અને હંગામો કર્યો હતો. આ હંગામો જોત જોતામાં ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો, જોત જોતામાં રસ્તા પર જ મારામારી શરુ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા વરાછા પોલીસ તત્કાલિન બનાવવાળી જગ્યા પર દોડી આવી હતી, અને હંગામો કરનાર 3 લોકોની પોલીસના સરકારી કામમાં રુકાવટ નાખવાના ગુનામાં ધરપકડ કરી હતી. આ ઘટનાએ લઇને સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને આ મામલે પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.