નાંદોદ તાલુકાના ભચરવાડા ગામે સગીર કન્યાનું અપહરણ.

નાંદોદ તાલુકાના ભચરવાડા ગામે સગીર કન્યાનું અપહરણ.
લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી ભગાડી જતાં વાલીની ફરિયાદ.
રાજપીપળા,તા.10
નાંદોદ તાલુકાના ભચરવાડા ગામેથી સગીર કન્યાનું અપહરણ કરાયું.આ અંગે લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી ભગાડી જતા ભોગ બનનાર સગીરાએ આરોપી કેરમ અમદા ભીલાલ (રહે,અરઠી આંબી ફળિયું,ચાંદપુરા, પોસે તા.કકીવાડા,જી.અલીરાજપુર,મધ્યપ્રદેશ ) સામે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત મુજબ આ કામના ભોગ બનનાર સગીરાએ કન્યા તથા આરોપી કેરમ અમદા ભીલાલ એક જ ગામના હોય અને મજૂરી કામ કરવા માટે ગામના બીજા માણસો સાથે ભચરવાડા ગામે રસિકભાઈ પટેલના ખેતરમાં મજૂરી કામ કરવા આવેલા અને આ કામના આરોપી સગીર વયની કન્યાને લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી કાર્યકરના વાલીપણા માંથી ભગાડી લઈ જાય ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા