*ટ્રમ્પની મુલાકાત સમયે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા, હાઈએલર્ટ જાહેર*

આતંકીઓના એક વાહનની કાશ્મીર તરફ જવાની સૂચનાને પગલે જમ્મુ-કઠુઆ નેશનલ હાઈવે પર હાઈ એલર્ટ બહાર પડાયું છે. પોલીસ અને સુરક્ષા દળ ઘણા સ્થળો પર નાકાબંધી કરી ખીણ તરફ જાનારા વાહનોની તપાસ કરી રહી છે. 31 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ઘુસણખોરી બાદ આતંકવાદીઓનું એક જૂથ ટ્રકમાં સવાર કાશ્મીર તરફ જઇ રહ્યું હતું, જેને નાગરોટાના બાન ટોલ પ્લાઝા નજીક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો