સાગબારા હાઈવે રોડ દેડીયાપાડા થી 2 કિમી દૂર આવેલા હોટેલ સ્વામિનારાયણ સભા પાર્કિંગમાં ટ્રકમાં સંતાડેલ દારૂનો જંગી જથ્થો ઝડપાયો.
રાજપીપલા,તા.10
અંકલેશ્વર સાગબારા હાઈવે રોડ દેડીયાપાડા થી 2 કિમી દૂર આવેલ હોટલ સ્વામિનારાયણ પાર્કિંગ નાટકમાં સંતાડી દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે. આ અંગે ફરિયાદી અહે કો નરેન્દ્રભાઈ અનુપભાઈ સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાતી આરોપી સતિષ ટીટુ નાયક (રહે, ધાણી ફળિયું, ચિકિત્યબળ, ટાન્ડાપુર ,કુસુબલા,તા.ધરમપુરી જી. ધારા મધ્યપ્રદેશ ) તથા યાદલ (દાઢી ) (રહે,વાપી,મૂળ રહે,યુ. પી.) સામે સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ બંને આરોપીઓ પોતાની અશોક લેલન ટ્રક નંબર એમપી 09 એચઈ 7619 મા ગોવા બોડર થી વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડની કુલ બોક્સ નંગ.298 માં કાચની નાના મોટી કંપની સીલબંધ કુલ બોટલ.9982 કિ. રૂ.1493015/- નો બિનઅધિકૃત રીતે ટ્રકમાં ભરી સંતાડેલો હતો જેમાં તેના ઉપર લોખંડની ખાલી બે રોલ નું આયોજન મુજબ કવરિંગ કરી પ્રતિબંધ ગુજરાતમાં પ્રવેશ કરી દેડીયાપાડા નજીક હોટલ સ્વામિનારાયણ ધાબાના પાર્કિંગમાં પાર્ક કરેલ અને આરોપી ડ્રાઈવર પતિ સ્થળ ઉપર વિદેશી દારૂના બોર્ડરથી વિદેશી દારૂના અલગ-અલગ ત્રણની કુલ બોક્ષ નં.298 માં કાચની નાના મોટી કંપની સીલબંધ કુલ બોટલ.9982 કિ. રૂ.1493015/- નો પ્રોહિ જથ્થો તથા ટ્રક વાહન કિ.રૂ. 1200000/- તથા મોબાઇલ ફોન કિં. રૂ.5000/- રોકડા નાણા રૂ. 1850/- તથા લોખંડની બેરંગ 45 કિં. રૂ.19485/- તાડપત્રી નંગ.1, રસ્સો નંગ.1, વાહનને લગતા કાગળોની ફાઇલ,વાહનની ચાવી નંગ.1, અલગ અલગ બલ્ટી નંબર.2, પકડાયેલ ઇસમને આઈડી પ્રૂફ નંગ.3 ચેકપોસ્ટની પહોંચ નંગ.3 મળી કુલ કિ. રૂ. 2719350 /- નો મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ હોય તેમ જ બીજો ડ્રાઇવર યાદવ (દાઢી)સ્થળ ઉપર હાજર મળી આવેલ હોય. તથા મહેન્દ્રભાઈ નામનો ઈસમ હાલ (રહે,વાપી મૂળ રહે યુપી) જેનું નામ જણાવ્યું છે.તથા ઓમ ભૌયા (રહે,નવાપુર મહારાષ્ટ્ર ) ભરેલ ટ્રક મોકલી આપેલ હોય તે વાહન માલિક તથા ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા પોલીસ તપાસમાં નીકળેલ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જયોતિ જગતાપ,રાજપીપળા