*ભરૂચ* : *કોરોનાની મહમારીમાં લોકડાઉન થતા 5 લાખની લોન ભરવા લૂંટનો માર્ગ અપનાવતા કાકા ભત્રીજા સહિત મળી 4ની ધરપકડ કરવામાં આવી.*
થોડા દિવસ અગાઉ ભરૂચના પાંચબત્તીમાં ધોળા દિવસે અંબિકા જવેલર્સમાં ફાયરિંગ કરી રૂ. 27.46 લાખની લૂંટ ઘટનામાં 48 કલાકમાં જ પોલીસે લૂંટારુંઓને પોલીસે ઝબ્બે કર્યા.
સુરતથી અવધ ટ્રેનમાંથી બે ઇસમોને 5 મિનિટ ટ્રેન રોકી ઝડપી લીધા જ્યારે અન્ય બે ઇસમોને કાનપુર જતી બસમાંથી ઝડપયા.
મુખ્ય આરોપી આશિષ પાંડે ટેક્ષટાઇલ એન્જીનીયર જે દહેજમાં રહેતો હોઈ 5 લાખનું દેવું ઉતારવા યુપીથી મિત્રોને બોલાવી આ લૂંટને અંજામ આપ્યો હતો.