રાજપીપળા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી એજન્સીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા પગાર કરવામાં ન આવતા કલેકટર નેઆવેદન

રાજપીપળા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી એજન્સીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા પગાર કરવામાં ન આવતા કલેકટર નેઆવેદન

કોરોઁના વોરિયર્સનુ એજન્સી દ્વારા શોષણ

કર્મચારીઓને એજન્સી અને કોન્ટ્રાકટરો દ્વારા
છુટા કરી દેવાની અપાતી ધમકી સામે પણ વિરોધ

આ કર્મચારીઓને વેતન પણ 19,500 ની જગ્યાએ 9000 14000 ની જગ્યાએ 8000 તેમને ઓછો પગાર આપવામાં આવતી હોવાની ફરિયાદ
રાજપીપળા, તા 8

રાજપીપળા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી એજન્સીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા પગાર કરવામાં ન આવતા તથાકોરોઁના વોરિયર્સનુ એજન્સી દ્વારા શોષણ કરાતું હોવાથી આજે કર્મચારી ઓ એ રેલી કાઢી કલેકટર ને આવેદન આપ્યુ હતુ.જેમા સરપંચ પરિષદ નાં પ્રમુખ નિરંજન વસાવા દ્વારા ન્યાય માટે કલેકટર ને રજૂઆત કરાઈ હતી.

આજરોજ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના કર્મચારીઓ જેમણે કોરોના મહામારીમાં રાત દિવસ એક કરી ને દર્દીઓ તેમજ પ્રજાની સેવા કરી છે અને જેઓ ખરેખર કોરોના વોરિયરસ તરીકે તેમણે ફરજ બજાવી છે એવા કર્મચારીઓને છેલ્લા બે મહિના થી એજન્સીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા પગાર કરવામાં આવેલ નથી અને સરકાર ના પરિપત્ર મુજબ જે કર્મચારીઓ ત્યાં સેવા આપી રહ્યા છે તેવા કર્મચારીઓને એજન્સી અને કોન્ટ્રાકટરો દ્વારા તેમને ધમકાવવામા આવે છે કે તમને છુટા કરી દેવામાં આવશે જો તમે આ બાબતે કોઈને પણ રજૂઆત કરતો તો અને આ કર્મચારીઓને વેતન પણ 19,500 ની જગ્યાએ 9000 14000 ની જગ્યાએ 8000 તેમને પગાર આપવામાં આવે છે કોન્ટ્રાક્ટરો તેમજ એજન્સીઓ દ્વારા અને જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તે જિલ્લાની બહારના પણ છે અને સ્થાનિક નર્મદા જિલ્લાના પણ ભાઈઓ બહેનો ત્યાં સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે એમનો વહેલી તકે પગાર થાય અને આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે વેક્સીન બહાર પાડવામાં આવી છે જેનાથી આ તમામ કર્મચારીઓ આવનારા દિવસોમાં એ ગામે ગામ જઈ નાના બાળકો ભાઈઓ-બહેનો વડીલો
ને વેક્સિનની રસી મૂકવાના છે ત્યારે આવા કોરોના ના કપરા કાળમાં આ કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ દ્વારા આ કર્મચારીઓ જોડે જે ગેરવર્તન કરી રહ્યા છે .એ ચલાવી લેવામાં નહીં આવે એનો તાત્કાલિક ધોરણે તેનો સુખદ નિરાકરણ આવે એ બાબતે આજે નર્મદા જિલ્લા કલેકટર સાહેબને રજૂઆત કરવામાં આવી અને ચર્ચા કરતા કલેક્ટરે જણાવ્યું હતુ કે આ જે કોરોના મહામારી ના સમયે જે કર્મચારીઓ આપણા જિલ્લામાં સેવા આપી રહ્યા છે એમનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવી અને આ તમામ કર્મચારીઓને યોગ્ય ન્યાય મળે તેવી ખાતરી આપી હતી

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા