મોઝદા ત્રણ રસ્તા પર બે મોટરસાઈકલ પર દારૂની હેરાફેરી કરવા જતા ઈંગ્લીશ દારૂ તથા બિયરનો કુલ રૂ.80850/-નો મુદ્દામાલ સાથે ચાર આરોપીની ધરપકડ.

મોઝદા ત્રણ રસ્તા પર બે મોટરસાઈકલ પર દારૂની હેરાફેરી કરવા જતા ઈંગ્લીશ દારૂ તથા બિયરનો કુલ રૂ.80850/-નો મુદ્દામાલ સાથે ચાર આરોપીની ધરપકડ.
રાજપીપળા,તા.28
નર્મદાના દેડિયાપાડા તાલુકાના મોઝદા ત્રણ રસ્તા પર બે મોટર સાયકલ પર દારૂની હેરાફેરી કરવા જતા ઇંગ્લિશ દારૂ તથા બિયરનો ફુલ રૂ.80,850/- મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝડપાઈ જવા પામ્યા હતા.અંગે દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદી અ.હે.કો રાકેશભાઈ કનુભાઈ સીપીઆઈ કચેરી દેડીયાપાડા એ આરોપીએ નિલેશભાઈ વિનોદભાઈ વસાવા (રહે, જીતનગર,બાર ફળિયા) પ્રકાશભાઈ ચંદુભાઈ વસાવા (હાલ રહે જીતનગર બાર ફળિયા મૂળ રહે ગાગર )નરેશભાઈ શાંતિલાલભાઈ વસાવા, કિરણભાઈ ઇશ્વરભાઇ વસાવા,સુરેશભાઈ ઇશ્વરભાઇ વસાવા તમામ (રહે, માડણ, કુવા ફળિયા )રમેશભાઈ (રહે,વડીફળી,મહારાષ્ટ્ર )સામે ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપીઓ નિલેશભાઈ, પ્રકાશભાઈ, નરેશભાઈ,કિરણભાઈ પાસેથી કુલ પ્લાસ્ટિક ક્વાટરીયા નંગ 473 ની કિં. રૂ.23650/- ગણી શકાય તથા બિયર ટીન નંગ.75 કિં. રૂ. 7200/- તથા બે હોન્ડા કંપનીનો ડીલક્ષ તથા સફેદ કલરની એકટીવાની કિં. રૂ.50000/- નો મુદ્દામાલ 80850/- મુદ્દામાલ આરોપી સુરેશભાઈને આપવા જતા પકડાઈ ગયા હતા. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા