જામનગર શહેર ભાજપ દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકર જયંતિની કરવામાં આવી ઉજવણી

*જામનગર શહેર ભાજપ દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકર જયંતિની કરવામાં આવી ઉજવણી*

જામનગર: ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર દ્વારા અખબારી યાદી માં જણાવ્યા મુજબ ડો બાબાસાહેબ આંબેડકર નો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ માં થયેલ. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ભારતના બંધારણ ના ઘડવૈયા અને ભારતરત્ન ડો બાબાસાહેબ આંબેડકરજી ની જન્મ-જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ તબ્બકે લાલ બંગલા ખાતે તેઓની પ્રતિમાને પુષ્પાર્પણ કરવામાં આવી.

આ કાર્યક્રમ દરમ્યાન કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચા મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તર્પણ પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, દંડક કેતન ગોશરાણી, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દિલીપ ભોજાણી, શહેર ઉપાધ્યક્ષ રાજુ યાદવ, અનુસૂચિત મોરચા પ્રમુખ હરીશ ચૌહાણ, મગનભાઈ શાહ, સામતભાઈ પરમાર, કોર્પોરેટર વિનોદ ખીમસૂરિયા, નાથાભાઇ વાસકીયા, જેન્તીભાઈ ગોહિલ, મુકેશભાઈ માતંગ, શોભનાબેન પઠાણ, શારદાબેન વિંઝુડા, દિવ્યેશભાઈ અકબરી, હર્ષાબા જાડેજા, પૂર્વ કોર્પોરેટરો નીતાબેન પરમાર, અર્જુન પરમાર, નયનાબેન ચાવડા, બાબુભાઇ ચાવડા, અનસૂયાબેન વાઘેલા, દિપક શ્રીમાળી, વિજય પરમાર, કમલેશ ચાવડા, ગોપાલ પારિયા, ગોવિંદ રાઠોડ સહીત શહેર સંગઠનના પદાધિકારીઓ, કોર્પોરેટરો, મહિલા મોરવા, એનું. મોરચા, સહીત ના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.