રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 4 ના સીમાંકનના નકશા મુજબ 150 થી 200 મતદારોના નામો ભૂલથી વોર્ડ નં.6 માં સમાવેશ કરાતા કલેકટરને રજૂઆત.

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 4 ના સીમાંકનના નકશા મુજબ 150 થી 200 મતદારોના નામો ભૂલથી વોર્ડ નં.6 માં સમાવેશ કરાતા કલેકટરને રજૂઆત.
આ તમામ મતદારોના નામો વોર્ડ નં. 6 માંથી વોર્ડ નં.4 સમાવેશ કરવાની માંગ.
ચૂંટણી લડવા માંગતા વોર્ડ નં. 4 ના ઉમેદવારે કલેકટરને આવેદન આપ્યું.
રાજપીપળા, તા. 8
આગામી દિવસોમાં રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે.ત્યારે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો હવે પોતાના વોર્ડમાંથી ચૂંટણી લડવા અંગે જે તે ઓર્ડર ની મતદાર યાદી નવી ઉમેદવારો ચકાસી રહ્યા છે. જેમાં ઘણી વિસંગત આવો પણ જોવા મળી છે તાજેતરમાં વોર્ડ નં 4 માંથી જેવો ઉમેદવારી કરવાના છે.તે ભાવિ ઉમેદવાર રાજેશભાઇ મારી એ આજે વોર્ડ નં 4 ના સીમાંકનના નકશા મુજબ 150 થી 200 મતદારોના નામો ભૂલથી વોર્ડ નં.6 માં સમાવેશ કરેલો હોવાની લેખિત ફરિયાદ કલેકટરને કરી છે. જેને ફરીથી વોર્ડ નં.4 માં ફરીથી સમાવેશ કરવાની માંગ કરતું એક આવેદનપત્ર રાજેશભાઈ માછી ઍ કલેકટરને આપ્યું હતું.
આવેદનમાં જણાવ્યું છે કે હું વોર્ડ નં.6 માંથી ઉમેદવારી કરવાનો છું તે વોર્ડ નં.4 ની મતદાર યાદી જોતા અગાઉ વોર્ડ નં.4 દોલતબજારના આશરે 150 થી 200 મતદારોના નામો ભૂલથી વોર્ડ નં.6 માં સમાવેશ કરેલ છે.આ તમામ મતદારોનો વ્યક્તિગત પણ વિરોધ હોવાથી આ મતદારોને વોર્ડ નં.4 માં જ સમાવેશ કરવામાં જણાવેલ છે.
રાજપીપળા નગરપાલિકા સીમાંકન અગાઉ થયેલા સદર સીમાંકન જોતા સ્ટેશન રોડ, દોલતબજાર વોર્ડ નં.4 માં છે.જેથી મતદારયાદીમાં સદર સ્ટેશન રોડ, દોલતબજારના મતદારો વોર્ડ ન.4 માં જ મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.જેથી વોર્ડ નં.6 માંથી વોર્ડ નં. 4 ના તમામ મતદારોનો સમાવેશ કરવાની માંગ કરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા