જીપીએસસીની પરીક્ષામાં પાટીદાર સમાજના 78 જેટલા યુવાનો આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પસંદગી પામ્યા..

સમગ્ર પાટીદાર સમાજ ના વિધાર્થીઓ માટે સિવિલ સર્વિસ નું તાલીમ કેન્દ્ર સૂરત દ્વારા તાલીમ લીધા બાદ સિવિલ એન્જિનિયર થયેલા પાટીદાર સમાજ ના યુવાનોએ તાજેતરમાં લેવાયેલ જીપીએસ ની પરીક્ષા માં સમાજના ‌ઈઠ્યોતેર જેટલા શિક્ષિત યુવાનો સિવિલ એન્જિનિયર ક્લાસ ટુ માં પસંદગી પામતાં સમસ્ત પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું છે એટલું જ નહીં પણ સમગ્ર ગુજરાત ના પાટીદાર સમાજ ના એકતા અને શિક્ષણ તાલીમ નું કામ કરતું સરદાર કેળવણી ધામ ક્લાસ વન અને ક્લાસ ટુ ના અધિકારી આપવામાં અગ્રેસર સાબિત થયું છે .આ સમગ્ર માહિતી કેળવણી ધામ અને સરદારધામના મિડિયા સેલના પ્રમુખ શ્રી મહેન્દ્રપ્રસાદ દ્વારા આપવામાં આવી છે અને ગુજરાત પાટીદાર સમાજના યુવાનો હવે સિવિલ સર્વિસ ના અભ્યાસક્રમ તરફ આ સંસ્થા ની પ્રેરણા અને યોગ્ય શિક્ષણ ના કારણે વર્યા છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ ની વાત છે..દૂર અને દુનિયામાં સિવિલ સર્વિસ નું સુંદર શિક્ષણ અને તાલીમ આપતી આ સંસ્થા ના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા જીપીએસસી અને યુપીએસસી તાલીમ કેન્દ્ર ના ટી જે ઝાલાવાડિયા,સી એલ મીના આઈ એ એસ રિટાયર્ડ ઉપ પ્રમુખ નટુભાઈ પટેલ સહિતના તમામ વહીવટ કર્તાઓને સલામ…