IND vs SL BREAKING: ખૂબ જ રોમાંચક મેચ, જાણો કોણ જીત્યું
એશિયા કપમાં આજે રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને 41 રનથી હરાવી દીધું છે. પહેલા બેટિંગ કરતા ભારતે 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપે સૌથી વધુ 4 વિકેટ લીધી, તો બુમરાહ અને જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. પંડ્યા અને સિરાજને 1-1 વિકેટ મળી હતી. શ્રીલંકા તરફથી દુનિથે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા.