કોરોનાની સ્થિતિને લઈ ગુજરાતમાં તમામ પ્રકારના પતંગોત્સવ પર પ્રતિબંધઃ સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે ગુજરાતમાં યોજાતા તમામ પ્રકારના પતંગોત્સવ પર પ્રતિબંધ લાદી દેવા નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી તમામ પ્રકારના જાહેર પતંગોત્સવ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેથી આ વર્ષે નાના-મોટા એક પણ પતંગોત્સવ નહીં યોજાઈ શકે.