*દારૂ ઢીંચ્યા પછી બેફામ બન્યો…નશાખોરે સરાજાહેર ગાળો બોલી કાર પર ધૂંબો માર્યો*
કારણ વગર રાહદારીઓ અને પોલીસને ગાળો ભાંડી વિડીયો વાયરલ
રાજકોટઃ શહેરમાં થોડા સમય પહેલા હરિહર ચોકમાં એક પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જી વાહનોનો કડુસલો બોલાવી દીધો હતો અને રાહદારીને પણ ઇજા પહોંચાડી હતી તેમજ પોતે પણ ઘાયલ થયો હતો. ત્યાં ફરી એક વખત હરિહર ચોકમાં એક નશાખોરે ગામ માથે લીધુ હતું. બેફામ દારૂ પીધા પછી બેફામ બની ગયેલો આ નશાખોર રોડ પર લથડીયા ખાતો, રાહદારીઓ અને પોલીસને બેફામ ગાળો ભાંડતો જોવા મળ્યો હતો. રોડ પરથી પસાર થઇ રહેલી એક કાર આડે પડી જઇ કારના બોનેટ ઉપર ધૂંબાવાળી કરી હતી અને ગાળો બોલી હતી. આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ જતાં પોલીસે આ શખ્સની શોધખોળ હાથ ધરી છે. તે ખેલ કરતો હતો ત્યારે એકાદ બે લોકો તેને પાછો વાળવાનો પ્રયાસ કરતાં પણ જોવા મળ્યા હતાં. તસ્વીરમાં નશાખોરના નાટકના દ્રશ્યો નજરે પડે છે.