તિલકવાડાનાં બુજેઠા ચેક પોસ્ટ પાસેથી રીફ્લેક્ટરના નામે હાઇ-વે ઉપર રૂપિયા ઉધરાવતા હરીયાણાની ટોળકી ઝડપાઈ

તિલકવાડાનાં બુજેઠા ચેક પોસ્ટ પાસેથી રીફ્લેક્ટરના નામે હાઇ-વે ઉપર રૂપિયા
ઉધરાવતા હરીયાણાની ટોળકી ઝડપાઈ

એલ.સી.બી. નર્મદા પોલીસેરોકડ રકમ, 6 મોબાઇલ ફોન, દસ્તાવેજી કાગળો સહિત કૂલ 6 ઈસમોની કરી ધરપકડ

એલ.સી.બી. નર્મદા પોલીસનો સપાટો

રાજપીપળા, તા 31

તિલકવાડાનાં બુજેઠા ચેક પોસ્ટ પાસેથી રીફ્લેક્ટરના નામે હાઇ-વે ઉપર રૂપિયા
ઉધરાવતા હરીયાણાની ટોળકીનેએલ.સી.બી. નર્મદા પોલીસે ઝડપી પાડી છે.જિલ્લા પોલીસ વડા નર્મદાનાં હિમકર સિંહે જીલ્લામાં
અસામાજીક તત્વો દ્વારા ગુનાઓ આચરતા હોવા તેમજ બહારના
રાજ્યની ટોળકી ગુનાઓ આચરતા હોવા બાબતે અસરકારક
અને પરિણામલક્ષી કામગીરી કરવાની સુચનાં આપતા એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી.
તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફ જીલ્લામાં નાઇટરાઉન્ડમાં નીકળેલ હતા .તેદરમ્યાન તિલકવાડા પોલીસ મથક વિસ્તારમાં
નાઇટ રાઉન્ડમાં ફરતા બુજેઠા ચેક પોસ્ટ પાસે કેટલાંક ઇસમો
હાઇ-વે ઉપર વાહનો રોકી રૂપિયા ઉધરાવતા હોવાનું ધ્યાને આવેલ.તે તમામની પુછપરછ કરતા તેઓ
સંતોષકારક જવાબ આપી શકેલ નહી. અને તેમના ઉપર શક જતા તેમની પાસે કોઇ અધિકૃત સંસ્થાના આઇકાર્ડની માંગણી કરતા કાગળો પણ નહીહોવાનું જણાવેલ. તેમજ તેમના નામ-સરનામાની પુછપરછ કરતા તેઓએ (૧)
સુભાષ વીરસિંગ ગોડ (રહે વીરસિંહ હાઉસ નં. ૨૯૨, સેક્ટર-૧૨ પ્રતાપ વિહાર, વિજયનગર, ગાજીયાબાદ
ઉત્તરપ્રદેશ) (૨) ગુરદિપસિંહ રામકુમાર (રહે ૧૨૮૦/૧ શાસ્ત્રીનગર, રોહતક, હરીયાણા) (3) નરેન્દ્ર પુર્ણસિંહ
બલોદા (રહે- ભીવાની ચુંગી, નવી રાજેંદ્ર કોલોની , રોહતક, હરીયાણા) (૪) પવનકુમાર દિલબાગસિંહ જાદ (રહે-
૨૪૧૪/૪ ન્યુ રાજેંદ્ર કોલોની પાસે શર્મા મોડલ સ્કુલ, રોહતક, હરીયાણા) (૫) અમીતકુમાર રામનિવાસ
જાફ (રહે- ૨૪૧૨/૪ નવી રાજેંદ્ર કોલોની પાસે, શર્મા મોડલ સ્કુલ, રોહતક, હરીયાણા) (૬) રમેશકુમાર
રામલુભાયા (રહે- એચ નં. ૭૩/૧૨ જે વોર્ડ ૩૦, મેડીકલ કેમ્પ બે ફાટકની પાસે, રોહતક, હરીયાણા)ના હોવાનું
જણાવેલ. તેઓની અંગઝડતી કરતા મોબાઇલ નંગ-૬ કિ.રૂ. ૮,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૭૯૪૦/- તથા
જરૂરી દસ્તાવેજો મળી આવતા આ તમામ ગેરકાયદેસર રીતે રૂપિયા ઉધરાવી હાઇ-વે ઉપર જતા વાહન
ચાલકોને હેરાન કરવાની પ્રવૃતિ ધ્યાને આવતા આ તમામ આરોપીઓ,ને ઝડપી પાડી તિલકવાડા પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર: જ્યોતિ જગતાપરાજપીપળા