ભરુચ નર્મદા સહિત ગુજરાત મા નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે!

ભરુચ નર્મદા સહિત ગુજરાત મા નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે!

ગુજરાત માBTP અને AIMIM ગઠબંધનની ભાજપ કોંગ્રેસને હરાવવા એલાયન્સ કરશે

અમારા હાથમાં સત્તા એટલે લોકોના હાથમાં સત્તા: છોટુભાઈ વસાવા BTP AIMIM એલાયન્સ

છુટકારો મેળવવા ભાજપ-કોંગ્રેસને
બન્ને પક્ષોને તિલાંજલિ આપો: છોટુભાઈ વસાવા

અમારા હાથમાં સત્તા આવશે એટલે લોકોના હાથમાં સત્તા હશે, ચૂંટણી જીતવાની રણનીતિ બાબતે હાલ વિચારી રહ્યા છે: છોટુભાઈ વસાવા

સંવિધાનને બચાવવા તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં બિટીપી અને AIMIM નું ગઠબંધન: છોટુભાઈ વસાવા

રાજપીપળા: તા 26

ભરુચ નર્મદા સહિત ગુજરાતમા નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે!ભાજપા કોંગ્રેસ ની સામે હવે નવા વીલ્ક્પ તરીકે બિટીપી અને AIMIMનુ નવુ ગઠબંધન રચાવા જઈ રહ્યુ છે. બિહાર મા ઓવૈસીએપગ દંડો જમાવ્યા પછી હવેઓવૈસીસી ની નજર p.બંગાલ અને હવે ગુજરાત પર છે.

રાજસ્થાનમાં ડુંગરપુરા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી બિટીપીના ઉમેદવારને એક મતે મ્હાત આપી હતી. આ ઘટના બાદ બિટીપીએ ગુજરાતમાં કોંગ્રેસ સાથે પોતાનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી છે. ભરુચ નર્મદામા જિલ્લા તાલુકા પંચાયત મા બીટીપીએ કોંગ્રેસ નું સમર્થન પાછુ ખેંચી લીધુ છે. ત્યારે બિટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસે આદિવાસીઓ સાથે ગદ્દારી કરી છે, ભાજપ-કોંગ્રેસ બન્ને એક સિક્કાની બે બાજુ છે, એક પાર્ટી સાંપ્રદાયિક તો બીજી બિન સાંપ્રદાયિકતાની વાત કરી દેશની જનતાને લડાવવાનું કામ કરે છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિટીપી એકલે હાથે ચૂંટણી લડે છે કે કોઈક સાથે ગઠબંધન કરીને લડે છે એ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જ બિટીપીના સૌરક્ષક અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસાસુદ્દીન ઓવેશીની AIMIM સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.હવે BTP અનેAIMIMનું એલાયન્સ બનશે.

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે સંવિધાનને બચાવવા તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં બિટીપી અને AIMIM ગઠબંધન કરી ચૂંટણી લડશે. અમારા હાથમાં સત્તા આવશે એટલે લોકોના હાથમાં સત્તા હશે, ચૂંટણી જીતવાની રણનીતિ બાબતે હાલ વિચારી રહ્યા છીએ. AIMIMના અધ્યક્ષ અસાસુદ્દીન ઓવેશીને હું ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપું છું. ભાજપ-કોંગ્રેસને હરાવવાની અમારા ગઠબંધનની મુખ્ય ભૂમિકા હશે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસની સરકાર હતી, એમાં અમે દુઃખી હતા અને ભવિષ્યમાં જો એમની સરકાર આવે તો દુઃખી થવાના જ છે તો એવી સરકારનું શુ કામ છે.

છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ-કોંગ્રેસને મત આપીને મરવાની વાત કરવા કરતાં એમાંથી છુટકારો મેળવવા એ બન્ને પક્ષોને તિલાંજલિ આપવી જોઈએ. ગુજરાતમાં BTP અને AIMIM ગઠબંધનના એવા પ્રયાસ રહેશે કે યુવાનોને નોકરી મળે બેરોજગરીથી છુટકારો મળે, દેશના લોકોનું-આદિવાસીઓનું અને SC, ST, OBC, માયનોરીટીનું શાસન બને. રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી દગો કરી અમને સત્તા પરથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો

તસવીર: જયોતિ જગતાપરાજપીપળા