વડોદરામાં યુવાનોને નશીલા ઇન્જેક્શનના રવાડે ચઢાવી રહેલી ત્રિપુટીની 960 નંગ “પેન્ટાઝોશીન લેક્ટેટ” ઇજેક્શન મળી કુલ્લે રૂપિયા 8.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના યુવાનોને નશીલા ઇન્જેક્શનના ઝડપાયેલા કૌંભાડ અંગેની માહિતી આપતા શહેર એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.જી. સોલંકીએ જણાવ્યું હતું કે, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. શાંતિલાલ વાલજીભાઇને માહિતી મળી હતી. શહેરના મદનઝાંપા રોડ ઉપર 303, અવિષ્કાર કોમ્પ્લેક્ષમાં રહેતો વિજયકુમાર જગદીશ પંચાલ પોતાની ઓટો રિક્ષામાં યુવાધનને ખોખલુ કરતા નશીલા પ્રતિબંધિત “પેન્ટાઝોશીન લેક્ટેટ” ઇન્જેક્શનોનો જથ્થો લઇને સૈયદ વાસણા રોડ ઉપર મધર સ્કૂલ પાસે સુરજ રમેશ પટેલને આપવા માટે જવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એ.એસ.આઇ. શાંતિલાલની માહિતીના આધારે સ્ટાફના પોલીસ જવાનોએ રોઝરી સ્કૂલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન હોન્ડા કારમાં વિજયકુમાર પંચાલ પાસે ઇન્જેક્શનની ડિલીવરી લેવા માટે આવી પહોંચેલા સુરજ રમેશ પટેલ (રહે. બી-33, લક્ષ્મીનારાયણ સોસાયટી, મધર સ્કૂલ પાછળ, સૈયદ વાસણા રોડ, વડોદરા) અને હરીશ જગદીશ પંચાલ (રહે. એફ.એફ.- 101, મહાકાશી કોમ્પ્લેક્ષ, વાડી વચલી પોળ, વડોદરા)ને દબોચી લીધા હતા.
Related Posts
*હવે ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને માત્ર 20ની કિંમતે ભરપેટ ભોજન મળશે*
*હવે ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને માત્ર 20ની કિંમતે ભરપેટ ભોજન મળશે* સંજીવ રાજપૂત-ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને…
આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 13,105 કેસ નોંધાયા, 137 લોકોના મોત
22.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 13,105 કેસ નોંધાયા, 137 લોકોના મોત* *અમદાવાદમાં 5226 કેસ**સુરતમાં 2476 કેસ**રાજકોટમાં 762 કેસ**વડોદરામાં 781…
*આણંદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે* *પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી* ***** *આણંદ, રવિવાર ::*…
