નર્મદાને 2021નાં નવા વર્ષમા મેડિકલ કોલેજ ની નવી ભેટ
રાજપીપળામા નવી મેડિકલ કોલેજ શરૂ થશે.
જિલ્લાકક્ષાની હોસ્પિટલોમાં મેડિકલ કોલેજ શરૂ કરવા નો રાજ્ય સરકારનો નિર્ણયથી આનંદ ની લાગણી
રાજપીપળા તા 26
ભારત સરકારની સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ ફોર એસ્ટેબ્લિશમેન્ટ ન્યુ મેડિકલ કોલેજ અંતર્ગત ગુજરાત સરકારે ૮ હોસ્પિટલ ને અપગ્રેડ કરી મેડિકલ કોલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે .જેમા રાજપીપળાને પણ મેડિકલ કોલેજ ની ભેટ મળી છે. એનાથી રાજપીપળાવાસીઓ મા આનંદની લાગણી જન્મી છે
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અધિક સચિવ વી.જી. વણઝારાએ પરિપત્ર જારી કરી કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત નવી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા ના ભાગરૂપે ગુજરાતની રાજપીપળા, નવસારી, પોરબંદર, વેરાવળ, બોટાદ, જામ ખંભાળિયા, ગોધરા અને મોરબી જિલ્લાકક્ષાની હોસ્પિટલોમાં મેડિકલ કોલેજ શરૂ કરવા નો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે તેમ જણાવ્યું છે ત્યારે હવે રાજપીપળા સહિત નીઆઠ નવી મેડિકલ કોલેજ અને અપગ્રેડ થનારી હોસ્પિટલ માટે નવા ડોક્ટરોની ભરતી કરવી પડશે
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા